________________
૧૨૩૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રતાપ
રાજાનો પ્રશ્ન સામાન્ય ઉત્તર,
વિશેષ પ્રશ્ન લેકે આ પ્રમાણે વાત કરતા હતા તે વખતે ધવળરાજ મહારાજે પોતાના બન્ને હાથ જોડી કપાળે લગાવી પૂછયું-“ભગવન! આપશ્રી કોણ છે તે અમને જરૂર કૃપા કરીને જણાવો.”
મુનિ- “મહારાજ ! હું કઈ દેવતા નથી કે રાક્ષસ નથી, હું તે એક સાધારણ સાધુ છું અને મારા વેશ ઉપરથી મારું યથાસ્થિત રૂપ તમે સર્વે બરાબર જોઈ શકે છે.”
ધવળરાજ- “મહાત્મા! જો એમ હોય તે આપશ્રીએ પ્રથમ ઘણું બિભત્સ અને કંટાળો આવે તેવું રૂપ બતાવ્યું. એમ કરવાનું એટલે એવું અદ્ભુત કાર્યો કરવાનું કારણ શું? તમારા પ્રથમના શરીરમાં કાળો રંગ વિગેરે જે જે દેશે સ્પષ્ટ રીતે દેખાતા હતા તે બધા દે તમારા પિતામાં નથી, પણ તે સર્વ દે અમારામાં છે એમ આપશ્રીએ જણાવ્યું તે શું કારણે વિચારીને આપે કહ્યું હતું? અને વળી ક્ષણમાત્રમાં આપે આવું અદ્દભુત રૂપ શી રીતે કર્યું અને શા માટે કર્યું? મહાત્મા! મારા જેવાને તે એથી ઘણી નવાઈ લાગી છે અને મારા મનમાં મેટું કુતૂહલ થઈ આવ્યું છે તેને શાંત કરવા આપ એ સર્વ બાબતે મને બરાબર ખુલાસાવાર સમજાવવા કૃપા કરો.”
બુધસૂરિને પ્રત્યુત્તર, આશ્ચર્યકારક ખુલાસાઓ, સંસારસ્વરૂપનું આંતર જ્ઞાન,
સરખામણી અને સાદડ્યુવૈધર્યું, બુધાચાર્ય–“મહારાજ ધવળરાજ અને સભાજનો ! તમે મધ્યસ્થ આસન કરી શાંત થઈ નિરાંતે બેસો અને હું તમને એ સર્વ બાબતોને વિગતવાર ખુલાસો આપું છું તે લક્ષ્યપૂર્વક સાંભળે. હે રાજન ! મેં જે રૂપ અત્યારે પહેલાં કર્યું હતું તે સંસારમાં રહેલા છોને ઉદ્દેશીને કરવામાં આવ્યું હતું. હકીકત એવી છે કે મેં જેવું રૂપ કર્યું હતું તેવા જ સર્વ સંસારી જીવ છે, માત્ર એમાં બાબત એવી છે કે તેઓ બાપડા મૂઢ હોવાથી પોતે તેવા જ છે એમ જાણતા નથી. એ પ્રમાણે હેવાથી એ સર્વ પ્રાણીઓને બરાબર દાખલે બેસે તેટલા માટે તેવું અત્યંત શરમ ઉપજાવે એવું ખરાબ રૂપ તેઓને બોધ આપવા સારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org