________________
૧૨૩૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ આખુંને આખું ભયથી કંપી જાય, થરથર ધ્રુજી જાય, તેમ આખું સભાસ્થાન બીકથી ધ્રુજી ગયું. ગમે તેવી સ્થિતિ કે દેખાવ હેય પણ સિંહ તે સિંહ જ છે, તેને દેખાવ કે અવાજ છૂપા રહેતા નથી. મહા વિચક્ષણ ઘવળરાજ મહારાજ પિતાની કલ્પનાને બરાબર
લંબાવી શક્યા, અને તુરત જ કાંઈક ખ્યાલ કરી રાજ વિચક્ષણતા. વિમળકુમારને કહેવા લાગ્યા “કુમાર ! આ કઈ સા
ધારણ માણસ હોય એમ લાગતું નથી. એની આંખે પ્રથમ શરૂઆતમાં મેલ અને ચીપડાથી ભરપૂર હતી તે હાલમાં સૂર્યથી વધારે તેજસ્વી જણાય છે, એનું મુખ તેજથી દીપી રહ્યું છે, એ પુરૂષે રણુસ્થાનમાં અનેક દુશ્મનોને-કરે શત્રઓને છિન્નભિન્ન કરી નાખે તેવી ઊંચા સ્વરથી જે વાણી વિસ્તારી તેના જેરથી હજુ પણ મારું મન અંદરથી કંપી રહેલ છે- માટે મારું એમ ચોક્કસ માનવું થાય છે કે એ કઈ સાધારણુ મનુષ્ય નથી, અને તે એમ લાગે છે કે સાધુનો વેશ લઈને પોતાની જાતને છુપાવીને કેઈ દેવ અહીં આવેલ છે. હવે જે એ પ્રમાણે હકીકત હોય તે જ્યાં સુધીમાં તે પિતાના તેજથી આપણને સર્વને બાળીને ભસ્મ ન કરી નાખે તે પહેલાં ક્રોધથી અંધ થઈ ગયેલા મુનિ વેશધારીને શાંત પાડીએ, પ્રસન્ન કરીએ, એમને પ્રસાદ મેળવીએ.” વિમળમારે ઉત્તરમાં કહ્યું “આપશ્રીએ જે નિર્ણય કર્યો તે મને
પણ બરાબર લાગે છે, એ બાબતમાં શંકા રહેતી વિશિષ્ટતા નથી. એ કઈ સાધારણ પુરૂષ નથી, પણ એ કઈ
ખાસ મહાત્મા મોટા પુરૂષ હોય એમ લાગે છે. માટે હે તાત! એ આપણી કઈ વિક્રિયા ન કરે ત્યાં સુધીમાં આપણે એને પ્રસન્ન કરીએ. મહાત્મા પુરૂષે ભક્તિથી જ પ્રસન્ન થાય છે, રીઝે છે, વશ થાય છે, માટે આપણે એને પગે પડીએ.” વિમળકુમારનાં આવાં વચન સાંભળીને દેદીપ્યમાન ચપળ મુગ
ટવાળા ધવળરાજા પિતાના બે હાથ જોડી મુનિમવિજ્ઞપ્તિ. હારાજ તરફ દેડીને તેમને પગે પડ્યા. જેવા મહા
રાજા સૂરિને પગે પડ્યા અને તેમને વંદન કર્યું એટલે ત્યાં હાજર રહેલા આખા જનસમૂહે પણ મુનિને પગે પડીને નમસ્કાર કર્યા. નીચે પડ્યા પડ્યા રાજાએ કહ્યું-“હે મહારાજ! અમે અજાણું
૧ વિકિયાઃ વિકાર, ખરાબ કામ. વિમળની નજરે વિક્રિયાને વિશેષ ક્રિયાખાસ કાર્ય-એ અર્થ પણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org