________________
૧૧).
પ્રતિબંધ રચના.
૧૨૨૯ મારી કે “અરે ભાઈ! જરા ઊભો રહે, ઊભો રહે. અમારે આવો સ્વર સાંભળીને તે જવાબમાં બે કે હું તે સ્થિત જ છું, તમે જ સર્વે ચાલે છે–આ પ્રમાણે કહીને તેણે તો ચાલવા માંડ્યું. એટલે હું તો ઉતાવળે ઉતાવળે તેની પછવાડે ગયો અને મહા મુસીબતે બળાત્યારથી તેને ઝાડની નીચે લઈ આવ્યો. એનો શરીરને રંગ જોતાં જાણે
મેટા દવના અગ્નિથી બળી ગયેલ ઝાડનું હું હોય દુખીનો દેખાવ. તે તદ્દન કાળો જણાતો હતો, ભુખથી એનું પેટ
બેસી ગયું હોય તેવું દેખાતું હતું, એના હોઠ તરસથી સુકાઈ શોષાઈ જતા હોય તેવા જણાતા હતા, ચાલીને મુસાફરી કરવાથી થતો રસ્તાને થાક તેનાં દુઃખી થઈ જતાં અવયવ ઉપર સ્પષ્ટ જણાઈ આવતો હતો, તેના શરીર ઉપર એટલો બધો પરસેવો થયેલો. હતો કે તે પરથી તેના મનમાં અને તનમાં ઘણો જ તાપ હોય એમ દેખાઈ આવતું હતું, એનાં શરીરમાંથી કેઢ ગળ્યા કરતો હતો, એનાં શરીર ઉપર દેખાતાં કરમીઆનાં જાળાં એનું અત્યંત વ્યાધિગ્રતપણું બતાવતાં હતાં, એના મુખ ઉપર એવો વિચિત્ર ભંગભાવ જણતો હતો કે એ પરથી એના હૃદયમાં શૂળ જેવી વેદના થતી હોય એમ દેખી શકાતું હતું, એનાં સર્વ અવયવો ધ્રૂજતાં હતાં અને ગાલપર વૃદ્ધાવસ્થાની નિશાનિઓ સ્પષ્ટ જણાઈ આવતી હતી, એ એટલો ઊંડે અને ગરમ નિસાસો મૂક્યા કરતો હતો કે એના શરીરમાં મહા
વરે પ્રવેશ કર્યો હોય- તેને સખ્ત તાવ આવ્યો હોય એમ દેખાતું હતું, એની આંખોમાં ચીપડા અને મેલ એટલા હતા અને એની આં. ખોમાંથી એટલાં આસું ચાલ્યાં જતાં હતાં કે એથી એની દરિદ્રતા જણાઈ આવતી હતી, એનું નાક અંદર બેસી ગયું હતું, એનાં હાથપગ લગભગ સડી ગયા જેવા દેખાતા હતા, તેના માથા ઉપરના મવાળાને જાણે તુરતમાં જ લોન્ચ કરવામાં આવ્યો હોય તેવું બોડું તેનું માથું દેખાતું હતું, એના શરીર ઉપર અત્યંત મેલાં વસ્ત્રના ટુકડા અને એક કમ્બલ હતાં, એણે બે તુંબડાંઓ એના ડાંડાઓ સાથે હાથમાં લીધા હતા અને ઉનની બનાવેલી એક પીંછી હાથમાં લટકાવી દીધી હતી–
મારા સ્વામી ! જ્યારે એને અમે જોયે, જ્યારે એની વિચિત્ર વાતચીત. અત્યંત ભયંકર મુદ્રા અમારી નજરે પડી, તે વખતે
એ સર્વ દુઃખોનો ભંડાર છે, એ દારિઘની છેલ્લી હદે બેઠેલે છે એમ અમને લાગ્યું અને જણાવ્યું કે એ ખરેખર દયાને પાત્ર
૧ આગળ આ પ્રસ્તાવના પ્રકરણ ૧૩ માં આ આખા દેખાવને આધ્યાત્મિક ભાવાર્થ વિસ્તાથી બતાવશે. હાલ એ દરેક વાત વિગતવાર લક્ષ્યમાં રાખવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org