________________
પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય.
૧૧૭ બેઠેલા એક શાંતમુર્તિ મુનિમહાશયને મેં પૂછયું કે “આ ભગવાન કેણું છે? તેઓશ્રીનું નામ શું છે? અને તેઓ કયાંના છે?? મારે એ સવાલના જવાબમાં મને મુનિએ જણુવ્યું કે “એ મહાત્મા અમારા ગુરૂ મહારાજ છે, તેઓશ્રીનું નામ બુધ આચાર્ય છે, તે ધરાતળ નગરના રહેવાસી હતા, એ નગરના રાજા શુભવિપાક નામે છે તેમના અને રાણી નિજસાધુતાના તેઓ પુત્ર થાય છે. રાજ્યને તરણું તોલે ગણીને તેઓએ તેને તજી દીધું છે, ઘરની બહાર નીકળી પડ્યા છે, અને હાલ તેઓ અખલિત વિહાર કરે છે અને જુદી જુદી જગ્યાએ વિચરે છે. ભાઈ વિમળ ! એ મુનિ મહારાજે બુધઆચાર્યસંબંધી આટલી
હકીકત કહી તે સાંભળીને, તેઓના અતિશયનો ધર્મસ્થિરતા. મહિમા નજરે જોઈને, તેઓશ્રીનું અદ્ભુત સુંદર પરોપકાર. રૂપ જોઈને અને ધર્મદેશના દેવાની તેમની કુશળતા
અનુભવીને મેં મારા હૃદયમાં વિચાર કર્યો કે-અહો ! આજે આદિનાથ ભગવાનનાં દર્શન તે ખરેખર ૧૨નાકર (સમુદ્ર)નાં દર્શન જેવાં થઈ ગયાં! કારણ કે અહીં તે આવાં આવાં પુરૂષો પણ મળી આવે છે તેથી ભગવાનનાં દર્શન રનની ખાણ છે તે વખતે તેવી વિચારણાને પરિણામે હું ભગવાનના મતમાં મેરૂ પર્વતના જેવો અડગ થઈ ગયો. મારે આખો પરિવાર પણ એ મહાત્મા સૂરિનાં દર્શનથી જૈન ધર્મમાં સ્થિર થઈ ગયે. ત્યાર પછી ભગવાનને ફરી વારંવાર વંદન કરીને હું મારા સ્થાને પાછા ગયે અને ભગવાનું સૂરિ મહારાજા પણ ત્યાંથી વિહાર કરી ગયા. આ હકીકત ગઈ આઠમે બની હતી. ભાઈ વિમળ ! તેટલા માટે હું કહું છું કે જો તે મહાત્મા બુધ આચાર્ય અહીં આવી ચઢે તો તે તારા પરિવારને અને બંધુઓને જરૂર બંધ આપે. એ મહાત્મા આચાર્યને પારકા ઉપર ઉપકાર કરવાનું એક મોટું વ્યસન (ટેવ) છે, અને તે કારણને લઈને તેઓશ્રીએ તે દિવસે મારા ઉપર ઉપકાર કરવા અને મારા આખા પરિવારને ધર્મમાં સ્થિર કરવા બે વખત જૂદું જાદુ વૈક્રિય રૂપ ( ઈચ્છા રૂ૫) લીધું હતું.”
વિમળ–“ ત્યારે એ મહાત્મા અહીં પધારે એવી પ્રાર્થના તું તેઓશ્રીને ગમે તેમ કરીને કરજે.”
૧ બુધ આચાર્ય પિતાની કથા આગળ વિસ્તારથી કહેશે. જુઓ આગળ પ્રકરણ ૧-૨૦. (ચાલુ પ્રસ્તાવ.).
૨ રત્નાકર રત્રની ખાણ. દરિયો રની ખાણ કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org