________________
પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્વપરિચય ૧૧૫ મહારાજ ધર્મને ઉપદેશ આપી રહ્યા હતા. તેઓનું શરીર એટલું બધું
ભતું હતું કે તેને કેઈ પણ પ્રકારની ઉપમા આપી શકાય તેમ ન હતું. “હું મંદિરમાં દાખલ થયે તે વખતે મેં સૂરિમહારાજનો ધર્મ
ઉપદેશ જરા સાંભળ્યો હતો તેથી તેમના સ્વર મને સાધુ પુરૂષોની પરિચય થઈ ગયો હતો તેથી એ સ્વરપરથી મને એમ જ મહા યોગલબ્ધિ. લાગ્યું કે હું મંદિરમાં દાખલ થયો ત્યારે જે સ્વર મેં
સાંભળ્યો હતો તે જ આ સ્વર છે! તુરત જ મારા મનમાં વિચાર આવ્યો કે અહો ! આ તે હું મંદિરમાં ગયો ત્યારે જે મુનિ ઉપદેશ આપતા હતા તે જ જણાય છે! ત્યારે અત્યારે એ મહાભાનું આવું અત્યંત સુંદર રૂપ કેવી રીતે થઈ ગયું હશે ! અથવા તે એમાં નવાઈ જેવું શું છે? મને અગાઉ મારા ધર્મગુરૂ સિદ્ધપુત્ર ચંદને જણાવ્યું હતું કે આવા મહાત્મા સાધુઓને તો અનેક પ્રકારની લબ્ધિઓ હોય છે; એ લબ્ધિને લઈને તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે અને તેમાં જોત જોતામાં ફેરફાર કરી શકે છે. તેથી તેઓ પરમાણુ જેવા તદ્દન સૂક્ષ્મ (નાના) થઈ શકે છે, મરજી આવે તે પર્વત જેટલા મોટા (ગુરુ) થઈ શકે છે, ધારે તે આકડાનાં પુમડાં જેટલા હલકા થઈ શકે છે, કારણ પડે તે ઇંદ્ર જાણે તેમને નોકર હોય તેમ તેના ઉપર હુકમ કરે છે, મરજી પડે તે
૧ આને પ્રાપ્તિશક્તિ સિદ્ધિ કહેવામાં આવે છે. જુઓ નીચે નોટ નં. ૩ પેટાવિભાગ ન. ૮. એ વૈક્રિયલબ્ધિથી તદ્દન જૂદી છે.
૨ જૈન સાધુઓને લબ્ધિને ઉપયોગ ધર્મનિમિત્ત વગર કરવાની મનાઈ છે. ખાસ લાભનું કારણ વિચારીને જ તેને ઉપયોગ કરાય છે, પણ તે અંગત ઉપભોગ કે આનંદ માટે તો નહિ જ. અહીં લબ્ધિના ઉપયોગને પ્રસંગ આગળ જણાશે. જુઓ પૃ. ૧૧૯૭, તથા આગામી પ્રકરણ ૧૧-૧૨. ૩ અહીંથી સિદ્ધિઓનાં નામ આવે છે તે નીચે પ્રમાણે – ૧. પરમાણું જેવા તદ્દન સૂમ થાય તે અણિમા સિદ્ધિ. ૨. પર્વત જેટલા ગુરૂ થઈ શકે તે ગરિમા સિદ્ધિ. ૩. આકડાનાં પાન જેવા તોલમાં હલકા થઈ શકે તે લઘિમા સિદ્ધિ, ૪. તેલમાં ઘણું ભારે થઈ શકે તે મહિમા સિદ્ધિ. ૫. સર્વ ઉપર સામ્રાજ્ય સ્થાપન કરી શકે તે ઈશિત્વ સિદ્ધિ. ૬. સર્વ તેમને વશ થઈ જાય તે વશિત્વ સિદ્ધિ. ૭. પાણી પેઠે જમીનમાં ડૂબકી મારે તે પ્રાકામ્ય સિદ્ધિ.
૮. શરીરનાં અનેક પ્રકારનાં રૂપે કરે તે પ્રાપ્તિ શક્તિ સિદ્ધિ. વિગત માટે જુઓ આદીશ્વર ચરિત્ર સર્ગ ૧, ૮૫-૮૫૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org