________________
૧૧૮૨
ઉપમિતિ ભવપ્રપંયા કથા.
[પ્રસ્તાવ ૫
બરાબર નજર લગાડી, સુંદર ભાવનાને લઈને શુભ પરિણામ વધવા લાગ્યા, ભક્તિનું અત્યંતપણું હૃદયમાં પ્રગટ થયું, બન્ને આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં, આખા શરીરમાં આનંદના પલકારા એક પછી એક થવા લાગ્યા, રોમાંચ ખડા થઈ ગયા, જાણે આખું શરીર કદંબે પુષ્પ હોય તેમ વિકસ્વર થઈ ગયું, અત્યંત ભક્તિમાં આવી જઈને અર્થ સમજણપૂર્વક ભક્તિમાં લીન થઈ શકસ્તવથી પ્રભુ સ્તુતિ કરી; પછી પંચાંગ પ્રણામ કર્યા અને જમીન પર હું બેસી ગયે; પછી યોગમુદ્રા ધારણ કરીને સર્વજ્ઞ મહારાજે બતાવેલા શાસનની ઉન્નતિ કરે તેવા સુંદર સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ કરી; સ્તુતિ કરતાં કરતાં ભગવાનના ગુણેથી અંતઃકરણ રંગાઈ ગયુ; ત્યાર પછી વળી ફરી વાર પંચાંગ પ્રણામ કર્યા (ખમાસણ દીધું) અને તેજ અવસ્થામાં પ્રમદમાં વધારે કરનાર આચાર્ય વિગેરેને પણ નમસ્કાર કર્યા ત્યાર પછી જિનમુદ્રા ધારણ કરીને ઉભો થયો ત્યાર પછી ચૈત્યવંદન કર્યું (સ્તવન કહ્યું); તેની આખરે મુક્તાસુક્તિ મુદ્રાએ પ્રણિધાન કર્યું. હવે આટલા
૧ શકસ્તવ-નમણૂણે-પ્રભુસ્તુતિને એ પાઠ છે, ભગવદ્ગુણ વર્ણનની તેમાં મુખ્યતા છે, ભાષા બહુ જ પ્રઢ અને ખેંચાણ કરે તેવી છે.
૨ જુઓ નોટ ન. ૩. ઉપર. પૃ. ૧૧૯૧.
૩ યોગમુદ્રા-બંને હાથની દશે આંગળીઓને એકાંતરિતપણે અરસ્પરસ જોડી દેવી અને કમળના ડેડવાને તેને આકાર કરે તેને યોગમુદ્રા કહેવામાં આવે છે. પંચાંગ પ્રણામ અને સ્તુતિ કરતી વખતે એ મુદ્રા કરવાને આદેશ છે. (દે. . ભાષ્ય–ગાથા ૧૫ તથા ૧૮. )
૪ અહીં જાવંત કેવિ સાહુ વડે વંદના કરી જણાય છે.
૫ જિનમુદ્રા-ઉભા રહીને પગના આગળના બન્ને અંગુઠા વચ્ચે ચાર આંગળને અંતર અને પાછલી પાનીમાં કાંઈક ઓછો અંતર રાખી કાયોત્સર્ગ કર તેને જિનમુદ્રા કહે છે. વાંદણું કાઉસગ્ગ વિગેરે આ જિનમુદ્રાથી થાય છે. (કે. વ. ભાષ્ય-ગા. ૧૬ અને ૧૮.)
૬ આ પ્રસંગે ઊભા થવાનું કારણ જણાતું નથી. એવો વિધિ જાણવામાં નથી.
૭ મુક્તાસુક્તિમુદ્રા –બન્ને હાથને પોલા અને સરખા રાખી કપાળ પર મૂક્યા તેને મુક્તાસુક્તિમુદ્રા કહે છે. જયવિયરાય આ મુદ્રાથી કહેવામાં આવે છે. (દે, વ, ભાષ્ય-ગાથા ૧૭–૧૮)
૮ આ ત્રણે મુદ્રાઓ ચૈત્યવંદનમાં જ કરવાની છે. અહીં પ્રથમ બે મુદ્રા કરી સ્તુતિ કરી રહ્યા પછી ચૈત્યવંદન કરવાનું બતાવ્યું છે તે કેમ હશે તે વિચારવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org