________________
૧૧૮૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ સર્વજ્ઞકથિત માર્ગનો પરિચય ગુણગુણને સંબંધ અને રસ્તે,
સહૃદય સાધર્મને હૃદયપ્રેમ. રવડે પ્રણામ કરી રહેલા વિમળને ઉઠાવ્યો અને પોતે તેને સાધમ તરીકે પ્રણામ કર્યા એ વાત ઉપર જણાવી. તે વખતે પછી રચંડ બેલ્યો “બંધુ ! મારા મનમાં જે હાંસ હતી તે અત્યારે પૂરી થઇ છે, મારા જે જે મનોરથો હતા તે બધા એક ક્ષણમાં પૂરા થઈ ગયા છે, તે મારા ઉપર ઉપકાર કર્યો હતો તેને બદલે વાળવા મારી ઇચ્છા હતી તે પણ પૂરી થઈ છે, કારણ કે જે મહા તત્ત્વજ્ઞાનનો તને અગાઉના ભાવમાં પરિચય હતો તે તત્ત્વજ્ઞાનનું આ ભવમાં સ્મરણ થવાના સંબંધમાં મારા જેવા કારણિક છે. મારી જે ભાવના હતી તે અત્યારે પૂરી થઈ છે અને તે કુમાર ! તને જે આટલે બધે હર્ષ થઈ આવ્યો તે પણ તદ્દન યોગ્ય સ્થાને છે છે, કારણે કે – માપ્રાપ્તિને આનંદ,
મહાત્મા પુરૂષોને તો સારી સ્ત્રી મળે, દીકરા મળે, રાજ્ય મળે, “ધન મળે અને કિંમતી રત્વે ગમે તેટલાં મળે અથવા તે સ્વર્ગનું સુખ
મળે પણ તેથી તેમને સંતોષ થતો નથી, કારણ કે એ સર્વ સુખો “તુચ્છ છે, ઉપ૨ઉપરનાં છે, બાહ્ય છે અને થોડો કાળ ચાલે તેવાં છે “અને તેમ હોવાથી વિચારશીળ ધીર પુરૂષોને તેથી સંતોષ થતો નથી,
પરંતુ એવા મહાત્મા પુરૂષે આ મહા ભયંકર ભવસમુદ્રમાં જૈન “માર્ગ-તીર્થકર મહારાજનો માર્ગ જે સાધારણુ રીતે પ્રાપ્ત થ મહા
દુર્લભ છે તેને પ્રાપ્ત કરે છે ત્યારે હર્ષથી ભરપૂર થઈ જાય છે. આ “પ્રમાણે અત્યંત હર્ઘ અને આનંદ થવાનું કારણ એ છે કે સવૅજ્ઞ મહા“રાજાએ બતાવેલ એ માર્ગ પ્રાપ્ત થતાંની સાથે જ જે પ્રાણીને એ માર્ગ
પ્રાપ્ત થાય છે તે સમતાસુખરૂપ અમૃતના સ્વાદને બરાબર “અનુભવ કરે છે અને તેને મનમાં પ્રતીતિ થાય છે કે એ માર્ગ અંત
વગરના આનંદપૂર્ણ મેક્ષને સાધી આપવાના કારણભૂત છે. આવા “અનંત સુખ પાસે સ્ત્રી પુત્ર રાજ્ય કે ધન અથવા તે સ્વર્ગનાં સુખ “પણ કાંઈ બીસાતમાં ન હોવાને લીધે એ સર્વસામાર્ગની પ્રાપ્તિથી સજન મહાત્માઓને હર્ષ અને ઉલ્લાસ કેમ ન થાય ? વળી એક “બીજી પણ વાત છેઃ સર્વ પ્રાણીઓ પોતાની તાકાત પ્રમાણે ફળ મે
ળવવાની વાંછા કરે છે. કતરાને એક નિર્માલ્ય અન્નપિંડ મળી આવે “તે તેથી તે હર્ષઘેલા થઈ જાય છે, જ્યારે સિંહને તે હાથીને ઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org