SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ ઉદ્યાનમાં આવ્યા હતા અને તે વખતે તેમને આ ક્રીડાનંદન વન ઘણું સુંદર લાગ્યું હતું. તે વખતે આ ઉદ્યાનના કુદરતી સૌંદર્યથી હર્ષ પામીને વિદ્યાધરને આવવા માટે એક ઘણા અદ્ભુત સુંદર પ્રાસાદ (મંદિરદેરાસર) તેણે આ ઉદ્યાનમાં અંધાવ્યા અને ત્યાર પછી યોગ્ય અવસરે તેમાં તેણે યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનના કિંમની સ્થાપના કરી. એ કારણને લઇને હું આ ઉદ્યાનમાં અગાઉ પણ ઘણી વખત આવ્યો હતા. એ પ્રાસાદ અને બિંબ બહુ સુંદર છે માટે તમે મારા ઉપર કૃપા કરીને તે જોવા જરૂર પધારો. ” જવાબમાં વિમળકુમારે કહ્યું “જેવી આર્ય મિત્રની ઇચ્છા ! ચાલે !” આવા જવાબ સાંભળી રચૂડ ઘણા રાજી થયા. અમે સર્વ દેવપ્રાસાદ તરફ ચાલ્યા અને ભગવાનનું મંદિર અમે જોયું. 'એ મંદિર સ્વચ્છ સ્ફટિક રનની કાંતિને ધારણ કરતું હતું, સુવર્ણની ૧ મંદિરનું અદ્દભુત વર્ણન છે: પ્રથમ એને દૂરથી દેખાવ કેવા લાગતા હતા તે જણાવ્યું, પછી મંદિર નજીક જતાં કહે છે કે તેની ફરસબંધી ( બેસવાની અંદરની જગ્યા) અત્યંત પ્રકાશમાન સ્ફટિક રતની છે, તે આરપાર દેખાતી નિર્મળ જગ્યાપર તેમાં ઊભા કરેલા સેાનાના થાંભલાની છાયા પડે છે, સેાનાના થાંભલામાં ૫૨ વાળા જડેલા છે તેની કાંતિથી સ્તંબપર બાંધેલી મેાતીની માળાએ લાલરંગની દેખાય છે, લાલ માળાએની અંદર જડેલા મરકત મણિએથી ચામર શ્યામ રંગના દેખાય છે, ચામરના ડાંડાની પ્રભાથી કાચમંડળ પીળુ થઇ ગયું છે, એ કાચમંડળની ફ્રેમમાં લાલ મણિએ જડેલી છે અને તેની નીચે સેાનાની ધુધરી અથવા ધંટડીએ જડી છે. આ અદ્ભુત વર્ણનનું મૂળ પણ વાંચવા લાયક છે. બહુ સુંદર વર્ણન મૂળમાં હાવાથી તે પણ અહીં આપ્યું છે.- दृष्टं भगवतो मन्दिरं । तच्च कीदृशम् । અવિના विमलस्फटिकच्छायं स्वर्णराजिविराजितं । तडिद्वलय संयुक्तशरदम्बुधरोपमम् ॥ विलसद्वज्रवैडूर्यपद्मरागमणित्विषा । नष्टान्धकारसम्बन्धमुद्योतितदिगन्तरम् ॥ लसदच्छाच्छनिर्मलस्फटिकमणिनिर्मित कुट्टिमसंक्रान्तविलसत्तपनीयस्तम्भं स्त - म्भविन्यस्तविद्रुमकिरणकदम्बकरक्तमुक्ताफलावचूलं अवचूलविरचितमरकतमयूखश्यामायमानसितचमर निकरं सितचमरनिकरदण्ड चामीकरप्रभापिञ्जरितादर्शमण्डलं आदर्शमण्डलगत विराजमानारुणमणिहार निकुरुम्बं हारनिकुरुम्बावलम्बितविशदहाटककिङ्किणीजालमिति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy