________________
પ્રકરણ ૩] આકાશમાં યુદ્ધ.
૧૧૬૭ તાથી સુંદરીની શોધ કરતે એકદમ વેગથી ચાં (લતામંડપમાં) આવી પહોંચે. એને આવી પહોંચેલ જોઈને અમૃતનો આખા શરીર પર છંટકાવ કર્યો હોય તેમ પેલી સુંદરીને ઘણોજ હરખ થયું, તેનાં સર્વ અંગે આનંદથી ઉભરાઈ જવા લાગ્યાં અને તેની છાતી હર્ષથી બહાર આવવા લાગી. સુંદરીએ વિમળકુમારના આશ્રય સંબંધી સર્વ હકીકત તેને ટુંકામાં જણ્વી દીધી એટલે તેણે વિમળકુમારને અણુમ કર્યા અને કહ્યું “અહો ! આવે અને વખતે તમે મારી પ્રિય પતીનું રક્ષણ કર્યું તેથી તમે મારા બંધુ છે, ભાઈ છો, પિતા છો, માતા છે, મારૂં જીવિતવ્ય છે! ખરેખર ! પુરૂષોત્તમ નત્તમ! તમને ધન્ય છે! હું તમારો દાસ છું, નેકર છું, વેચાણું છું, ગુલામ છું, સંદેશ લઈ જનાર ચાકર છું. હવે હું તમારું શું હિત કરૂં તે મને ફરમાવે.”
વિમળમારે જવાબમાં કહ્યું “મહાપુરૂષ! આમ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી, તેમજ એવો આભાર માનવાની પણ જરૂર નથી. હું તારી સ્ત્રીનું રક્ષણ કરનાર કેણુ માત્ર છું? તારા પોતાના માહાત્મ્યથી તેં જ ખરેખરી રીતે તેને બચાવી લીધી છે. પરંતુ મને એક ભારે કૌતુક થયું છે. ભાઈ! તારી હકીકત મને કહે અને મને જણવ કે આ બધી વાત શી બની છે? અને તું આકાશમાં ઉડ્યો ત્યાર પછી શું થયું?”
ઉપરના પ્રશ્નને વિનયપૂર્વક જવાબ આપતાં પિલા જેડલાવાળા પુરૂષે કહ્યું “જે આપને એ સર્વ હકીકત સાંભળવા કૌતુક થયું હોય તે આપ જરા સ્થિરતાથી બેસે, કારણ કે એ જરા લાંબી કથા છે.”
પછી સર્વ લતાગૃહમાં જમીન પર બેઠા અને પેલા જેડલાવાળા પુરૂષે પિતાની કથા કહેવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org