________________
૧૧૫૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ કરે છે, મહોર વિલાસ કરે છે, ગાંધર્વો લહેર કરે છે અને વિદ્યારે અહીં ક્રીડા કરે છે; માટે આપણે જે બાજુથી એ શબ્દ આવે છે તે તરફ આગળ વધીને ત્યાં સુધી જઈએ અને એ શબ્દ કે છે તેને નિર્ણય કરી આવીએ.”
એ પ્રમાણે વાતચીતમાં મેં જે સૂચના કરી તે વિમળે સ્વીકારી અને મધુર અવાજ કરનાર કોણ છે તેની તજવીજ કરવા અમે બન્ને ચાલ્યા. થોડો રસ્તો અમે ચાલ્યા એટલે અમારી નજરે જમીન પર પડેલાં પગલાં દેખાયાં એટલે પાદુકાશાનમાં પ્રવીણ વિમળે કહ્યું “મિત્ર વામદેવ! આ કઈ મનુષ્યના જોડલાનાં પગલાં જણાય છે, એક સ્ત્રી હોય તેમ લાગે છે અને એક પુરૂષ જણાય છે. જે, ભાઈ! આ વેળમાં એક પગલાં તે તદ્દન કમળ અને નાનાં જણાય છે અને તેમાં જે સૂક્ષ્મ સુંદર રેખાઓ છે તે પણ વેળમાં (રેતીમાં) પડેલી દેખાઈ આવે છે. બીજાં પગલાં જે જણાય છે તેમાં ચક્ર અંકુશ અને મ વિગેરેનાં ચિહ્નો સ્પષ્ટ દેખાઈ આવે છે અને તે છૂટાં છૂટાં છે. હવે દેવતાઓના પગ તે જમીનને લાગતાં નથી (દેવો તો જમીનથી ચાર આગળ ઊંચા ચાલે છે) અને સાધારણ માણસનાં પગમાં આવા ચિહ્નો હોતાં નથી; માટે જે સુંદર જોડલાંના આ પગલાં છે તે કઈ અસાધારણ મનુષ્ય હોવા જોઈએ.”
મેં જવાબમાં કુમારને કહ્યું “તમે કહો છે તે ખરૂં જ હશે. ચાલે, આપણે આગળ જઈને એ બાબતની ચોકસી કરીએ.”
ત્યાર પછી અમે જરા આગળ વધ્યા. આગળ ચાલતાં સખ્ત ગીચ ઝાડીમાં અમોએ એક વિશાળ લતામંડપ છે. તેમાં એક લતાની વચ્ચે સહજ જગ્યા હતી તે બાકોરામાંથી અમોએ લતામંડપમાં નજર કરી, તો રતિ અને કામદેવના સૌંદર્યને પણ હસી કાઢે એવું એક સુંદર સ્ત્રી પુરૂષનું જોડલું એક બીજામાં એકમેક થઈ રહેલ જોયું. વિમળે તે એ બન્ને સ્ત્રી પુરૂષને નખના છેડાથી તે માથાના વાળ સુધી ધારી ધારીને જોઈ લીધાં, પણ એ બન્ને એવા રસમાં પડી ગયા હતા કે તેણે અમને જોયા નહિ. અમે પછી થોડાં પગલાં પાછા હઠ્યા એટલે વિમળે કહ્યું કે-“ભાઈ વામદેવ! આ સ્ત્રી પુરૂષ સાધારણ નથી, કારણ કે એમનાં શરીર ઉપર ઘણું સારાં લક્ષણો દેખાય છે.”
મેં પૂછયું “ભાઈ! નરનારીનાં શરીર પર કેવાં લક્ષણે હોય છે
૧ પાદુકાઝાનઃ પગનાં ચિહ્ન સંબંધી જ્ઞાન. ૨ આ જેટલું અચૂડ અને ચૂતમંજરીનું છે તે આવતા પ્રકરણમાં જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org