________________
૧૧૪૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
તું ઓળખાતા હતા. તારૂં અસલ નામ તે સંસારીજીવ છે પણ અન્ય અન્ય સ્થાનામાં વાસ કરતાં વારંવાર તારાં નામ પણ ફરતાં જાય છે અહે। સુંદર મિત્ર ! વરલોચન ! તેં તે વખતે મારા મહુ સારી રીતે પરિચય કર્યો હતેા, તેં મને મૃષાવાદના નામથી આળખ્યા હતા, મારી સાથે ઘણા આનંદ કર્યો હતા, અનેક પ્રકારની લહેરો ભાગવી હતી, મને સારી રીતે રાજી કર્યાં હતા અને મારાં જ્ઞાન તથા કુશળતામાં તને તે ભવમાં બહુ સારી રીતે પ્રેમ ઉપજ્યા હતા. તને યાદ હાય તા તે તે વખતે મને એકવાર તે સ્પષ્ટ રીતે આનંદથી પૂછ્યું હતું કે મિત્ર ! મને આનંદ આપનાર તારામાં આવી કુશળતા કાના પ્રસાદથી આવી ? તે તું મને જાવ.' તેવા તારા સવાલના જવામમાં મેં તને તે વખતે જણાવ્યું હતું કે મેં એક ખાઇ જે મૂઢતા અને રાગકેસરીની દીકરી માયા નામની છે તેને મારી બહેન તરીકે સ્વીકારેલી છે તેના પ્રસાદથી મારામાં એ સર્વ કુશળતા આવી છે. એ સર્વદા મારી પાસે જ રહે છે અને મેાટી બહેન હેાવાથી માતા જેટલા મારા ઉપર પ્રેમ રાખે છે. નાના બાળકો પણ સારી રીતે જાણે છે કે જ્યાં મૃષાવાદ હાય છે ત્યાં તે ઘણે ભાગે માયા સાથે જ હાય છે. તે વખતે તેં મને કહ્યું કે તું મને તે તારી મહેન દેખાડ.' મેં પણ તારી તે માગણી તે વખતે સ્વીકારી અને એ પ્રમાણે તને વચન આપ્યું હતું તે સંભારીને હું તે મારી બહેનને આજે લઇને આવ્યા છું અને તારી સાથે તેની ઓળખાણુ કરાવું છું. અરે ભાઇ ! જ્યારે તું રિપુદારણ હતા ત્યારે તારા મારા ઉપર એટલા બધા સ્નેહ હતા અને તું મારી સાથે એવી હાસથી વાતા કરતા હતા અને આપણી દોસ્તી એટલી બધી મનને હરનારી અને ખેંચાણુ કરનારી હતી કે તેનાં જેટલાં વખાણ અને વર્ણન કરૂં તે ઓછાં ગણાય. પણ અત્યારે તે તું મને તારી પાસે જુએ છે છતાં આળખતે પણ નથી ! ખરેખર, આથી વધારે દિલગીરીની ખામત શું હાઇ શકે ? ખરેખર, હું તેા એક મોટા કમનસીમ મંદભાગી છું કે તારા જેવા પરમ ઇષ્ટ મિત્ર મને ભૂલી જાય છે અને પૂર્વના સ્નેહ યાદ પણ કરતા નથી ! હવે હું કયાં જાઉં અને શું કરૂં ? અત્યારે મને મેાટી ચિંતા કરાવે તેવી દુઃખદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થઇ રહી છે !!!”
૧ અત્યારે મૃષાવાદ આ વાત કહી જાય છે. અસલમાં સંસારીજીવ પે તેજ પેાતાનું ચિરત્ર સદાગમ સમક્ષ કહે છે એ લક્ષ્યમાં રાખવું.
૨ જુએ પૃ. ૭૨૪. ત્યાં આ સર્વ સગપણ વિસ્તારથી બતાવેલ છે. એ માયા, ને ખતાવવાનું વચન તે વખતે મૃષાવાદે આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org