________________
૧૧૨૪
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૪ ચાલ્યા વગર મારી સામે આવ્યો અને પોતાની પાસેના ગચૂર્ણ માંથી એક મુઠ્ઠી ભરીને મારા મોઢા ઉપર મારી. મણિમંત્ર અને ઔષધિઓનો પ્રભાવ કલ્પી કે સમજી ન શકાય તે હેવાને લીધે તેજ વખતે મારી પ્રકૃતિમાં મોટો ફેરફાર થઈ ગયો, મારું હૃદય જાણે તદ્દન શૂન્ય ગઈ ગયું, સર્વ ઇંદ્રિયોના વિષયે તદ્દન ઉલટા લાગવા માંડ્યા અને જાણે મને કોઈ મહા અંધકારમય વિષમ ગુફામાં ફેંકી દીધો હોય તેમ હું મારું પોતાનું સ્વરૂપ જાણી શકશે નહીં. મારી પાસે મારે જે પરિવાર મને વીંટીને બેઠે હતો તે તે સમજી ગયો કે એ યોગેશ્વર તપન ચકી તરફથી આવેલ છે, એમ જણતાં જ તેઓ સર્વ ડરી ગયા અને હાંફળાફાંફળાં થઈને શું કરવું તેની મુંઝવણમાં પડી ગયા. આવી રીતે યોગેશ્વરે તો પોતાની યોગશક્તિથી તેમને પણ મુંઝાવી દીધા. ગેશ્વરે હાથમાં એક નેતરની સેટી લીધી અને ભવાં ચઢાવી મુખેથી બેલ્યો “અરે પાપી ! લુચ્ચા ! દુરાત્મા! સ્વામી તપન ચક્રવતીની પાસે આવતું નથી અને તેમને પગે પડતો નથી તે લેતો જા !” આમ બોલી મને સોંટીઓ ફટકાવી એટલે મારા શરીરમાં ભય દાખલ થઈ ગયો, હું દીન ગરીબ થઈ ગયો અને તેને પગે પડ્યો. હવે કમનસીબે તેજ વખતે મારે મિત્ર પુણ્યોદય મને છેડીને નાસી ગયો અને મૃષાવાદ અને શૈલરાજ પણ છુપાઈ ગયા.
રિપુદારણનું નાટક, આવી રીતે પરિવાર અને મિત્ર વગરને હું થઈ ગયો. તે વખતે યોગેશ્વરે પોતાના માણસોને નિશાની કરી. એક ક્ષણવારમાં મારા આખા શરીરમાં ઉન્માદ થઈ ગયે, સખત તાપ લાગવા માંડ્યો, બહારથી તેમજ અંદરથી બળુ બધુ થઈ ગયો, તેઓએ પણ મને જ તે વખતે હતો તેવો (વસ્ત્રવગરનો-નાગો) કર્યો, મારા પાંચે સ્થાનના બાલ કાપી નાખી અને બોડે-મુંડો કર્યો, મારે આખે શરીરે રાખ ચોળી અને મસના અથવા અડદના ચાંડલાથી આખે શરીરે ચર્ચા કરી. આ મારો અત્યંત ખરાબ દેખાવ કરીને પછી યોગેશ્વર સાથેના માણસે તાળીઓ પાડી નાચવા કૂદવા લાગ્યા. પછી મારી પાસે તેઓ નાટક કરાવતા 'ત્રણ તાલનો રાસ કરવા લાગ્યા. તેઓએ ચલાવ્યું
૧ નાચે જે દો આપવામાં આવ્યા છે તેનું નામ મળતું નથી. દ્રતવિલંબિતને મળતી રીતે બરાબર બોલાય છે, પણ તેમાં ત્રિતાલ આવતો નથી. બેલનાર શોધી કાઢે તે સારૂ અસલ ઇદ પણ આપ્યા છે. ભાષા મીઠી છે.
૨ ૩, ૪, ૫, ૪, એમ ગણે છે. પંદર અક્ષર છે. આગલ ધ્રુવ પદોમાં ચૌદ અક્ષર પણ આવે છે. દેશી રાગ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org