________________
પ્રઙ૫]
યતિધર્મવૃદ્ધિધર્મ.
૧૦૦૫
યતના પૂર્વક ગ્રહણ કરે. ( આને અજીવ સંયમ' કહે વામાં આવે છે.) બીજ, વનસ્પતિ કે કાઇ પણ જંતુરહિત સ્થાને સુવા બેસવા ચાલવા વિગેરેની ક્રિયા કરવી, સંભાળી પુંજી પ્રમાર્જીને કરવાનું તે સંયમ શીખવે છે . ( આને પ્રેક્ષા સંયમ' કહેવામાં આવે છે). મલિન આરંભી ગૃહસ્થની ઉપેક્ષા કરવી, પણ તેને આરંભાદિક કાર્યમાં પ્રેરણા ન કરવી એવી ફરજ પણ એજ સંયમ પાડે છે (‘ઉપેક્ષા સંયમ'). આસન શયનાદિની પ્રથમ પ્રેક્ષા કરવા છતાં પણ શુદ્ધ ભૂમિ વસ્ત્ર પાત્રાદિના પ્રમાર્જનાપૂર્વક ઉપયોગ કરવા તથા પગ પ્રમાવા વિગેરે ( પ્રમાના સંયમ' ). જે વસ્તુ પ્રાણિસંસક્ત હોય, અવિશુદ્ધ હોય અથવા પોતાના ઉપયોગમાં આવે તેવી ન હોય તેને વિધિ પ્રમાણે જંતુ રહિત સ્થાને પરઠવી દેવાના ઉપદેશ પણુ એ જ સંયમ કરે છે (‘પરિષ્ઠાપના સંયમ'). હર્ષ, શાક, દ્રોહ, અભિમાન રીસ આદિ વિકારો દૂર કરી ધર્મકાર્યમાં મનને પ્રવર્તાવવું ( એને ‘મન: સંયમ' કહે છે). શુભ ભાષાના ઉપયોગ કરવા અને હિંસક તથા કઠોર ભાષાનેા ત્યાગ કરવા (એને વચન સંયમ' કહેવામાં આવે છે). અને અવશ્ય કરવા યોગ્ય કાર્યમાં ઉપયોગપૂર્વક શરીરની પ્રવૃત્તિ કરવી ( કાય સંયમ ). એવી રીતે મન વાન કાયાના યાગાને ખરાઅર પ્રવર્તાવવાનું પણ એ સંયમ કહે છે. આવાં આવાં સુંદર કાર્યો જે મુનિઓએ સંસારનાં કાર્યો છેાડી દીધાં હોય છે અને જેઆ સર્વદા એકસરખી શાંત અવસ્થામાં હોય છે તેમની પાસે એ સંયમ કરાવે છે. આવી રીતે તારી પાસે સંયમ નામના છઠ્ઠા યતિધર્મના સહચારીઓનું વર્ણન કર્યું. હવે આકીના ચાર રહ્યા તેનું પણ સંક્ષેપમાં વર્ણન કરી દઉં છું તે તું સમજી લે.
૭. સત્ય. “ ત્યાર પછી એ યતિધર્મ યુવરાજની પાસે જે સાતમે સુંદર પુરૂષ દેખવામાં આવે છે તે સત્યના નામથી મહુ પ્રસિદ્ધિ પામેલ છે. એ પ્રાણીઓને હુકમ કરે છે કે તમારે જે વચન બેલવું તે અન્યનું હિત થાય તેવું ખેલવું, જેટલું જરૂર હોય તેટલું માપીને બોલવું અને ખીજા પ્રાણીઓને સાંભળીને આનંદ થાય તેવું વચન મેલવું, ગમે તેવી અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org