________________
૧૦૬૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવેજ ગાયનું દાન આપવાની વાતો કહે છે, ઘોડાનું દાન કરવા સમજાવે છે, જમીન દાનમાં આપે છે અથવા સેનું આપે છે અને એવા અનેક પ્રકારના દાન આપવાનું કહે છે, પણ એવા પ્રકારના દાનથી કઈ પ્રકારનો ગુણ થતું ન હોવાને લીધે આ દાનમુખ એવા પ્રકારના દાનને પસંદ કરતું નથી. આ દાનમુખ સુંદર આશયને કરનાર છે તથા આગ્રહને મૂકાવી દેનાર છે અને દુનિયા ઉપર દયા ફેલાવી બંધુભાવને વિસ્તાર કરનાર છે. આવી રીતે દાન નામના પ્રથમ મુખનું તારી પાસે વર્ણન કર્યું. હવે ત્યાર પછી એ ચારિત્રધર્મરાજનું શીલ નામનું બીજું મુખ છે તેની હકી
કત કહી સંભળાવું તે સમજી લે. ૨ શીલમુખ, “જૈનપુરમાં જે સાધુ લોકો વસે છે તેઓ સર્વે
આ શીલ મુખ નામનું ચારિત્રરાજનું મુખ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કરે છે. આ શીલ મુખ સાધુઓને અઢાર હજાર (૧૮૦૦૦) નિયમો બતાવે છે તે સર્વને તે મહાત્મા દરરેજ અમલમાં મૂકે છે અને આ શીલ
૧ આ દાનને પ્રકાર અપ્રશસ્ત છે. દાનમાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણ બાબતની શદિ ધ્યાનમાં રાખવાની છે. ન્યાય માર્ગથી ઉપાર્જન થયેલ દ્રવ્ય, આશંસા રહિત ઉમંગી ચિત્ત અને દાન ગ્રહણ કરનાર સદાચારી વ્રતધારી નિર્મમ નિરારંભી પાત્ર એ ત્રણ વિશુદ્ધ જાણવાં એ ત્રણની શુદ્ધાશુદ્ધિથી આઠ ભેદ થાય છે તે નીચે પ્રમાણે –
૧ શુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત, ૨ શુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત, ૩ શુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત, ૪ શુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત, ૫ અશુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત. ૬ અશુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત, ૭ અશુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત.
૮ અશુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત. ૨ શીલાંગઃ ૧૮૦૦૦ શીલાંગનું સંપૂર્ણ વિવેચન અધ્યાત્મકપદ્રુમ પૃ. ૩૫૬ (દ્ધિ.આ.) નોટમાં કર્યું છે ત્યાંથી જોઈ લેવું. અહીં ફરીવાર તે લખ્યા નથી. દશ યતિધમની વિચાર પૂર્વક શુદ્ધ આચરણે શીલાંગમાં આવે છે. શીલ એટલે વર્તન સમજવું. શીલ અને શિયળને ભેળવી નાખવા નહિ. શિયળ એટલે બ્રહ્મચર્યપાલન એ અર્થ થાય છે. સાધુ અઢાર હજાર શીલાંગરથના ઘેરી” કહેવાય છે તેની વિગત સદરહુ નોટમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org