________________
૧૦૫૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
ઉપર ચઢવાની મહેનત લેતા નથી અને આળસ કરીને ભવચક્રમાં જ આનંદ માની બેસે છે. પર્વતપર અને તેના શિખરપર ચઢવામાં મહે. નત પડે તે ભયથી તે ભવચક્રનાં દુ:ખમાં આનંદ માની જમીનપર જ પડ્યા રહે છે. જે ભાગ્યશાળી પ્રાણીએ આ મનેાહર અપ્રમ ત્તત્ત્વ શિખર ઉપર ચઢી જાય છે તે ત્યાર પછી જૈનપુરને જુએ છે, બાકી એ જૈનપુરના દર્શન કરાવે તેવી સામગ્રીએ મળવી ભવચક્રમાં ઘણી જ દુર્લભ છે. એવી સામગ્રી ભવચક્રનગરમાં છેજ નહિ એવું કાંઇ નથી, પણ મળવી ઘણી મુશ્કેલ છે. આ પ્રમાણે હોવાથી મેં તને અગાઉથી જ કહ્યું છે કે ભવચક્રમાં ફરનારા પ્રાણીઓને એ અત્યંત સુંદર અને સતત આનંદ આપનાર જૈનપુર મળવું ઘણું જ મુશ્કેલ છે. એ જૈનપુર અનેક સુંદર રનસમૂહેાથી ભરપૂર છે, એ સર્વ પ્રકારના સુખાની ખાણ છે, અને આખી દુનિયામાં સારભૂત વસ્તુ હોય તેના પણ સાર જેવું એ નગર છે.
જૈનપુરના લાકે,
આવી રીતે સંક્ષેપમાં તારી પાસે જૈનપુરનું વર્ણન કરી બતાવ્યું, હવે એ જૈનપુરમાં રહેનારા લોકો કેવા છે તેની હકીકત તને કહું છું તે તું લક્ષ્યમાં રાખી લે. આ જૈનપુરમાં રહેનારા સજ્જન લોકો નિરંતર આનંદમાં મ્હાલ્યા કરે છે, તે સર્વ પ્રકારની આધા પીડાથી રહિત થયેલા હોય છે અને એમ હોવાનું કારણ એ નગરના જ પ્રભાવ છે. તેઓએ સર્વેએ નિવૃતિ (મેાક્ષ)નગરીએ જવાના નિર્ણય કરેલા હોય છે અને તેને માટે તે નિરંતર પ્રયાણ કરી રહ્યા છે અને પ્રયાણ કરતાં–મુસાફરી કરતાં વચ્ચે વચ્ચે વળી તે કોઇ જગ્યાએ મુકામ પણ કરે છે. એવી રીતે તેઓ મુકામ કરે ત્યારે પણ વિષ્ણુધાલયમાં આનંદ ભાગવે છે અને જ્ઞાનયુક્ત હાવાથી ત્યાં પણ મેાક્ષના માર્ગ સરળ કરતા જાય છે. એ લોકોને પણ મહામેાહ વિગેરે શત્રુઓ તેા છે જ, પણ તેનાં શક્તિ મળ અને ધીરજ જોઇને ભયથી તે શત્રુ દૂર નાસી જાય છે અને એમનાથી (જૈનાથી) દૂર જ તે ફર્યા કરે છે.”
દ
પ્રકર્ષ ભામા ! આપ કહો છે તેવું તેા તદ્દન લાગતું નથી, કારણ કે ભવચક્રના લેાકેા જેવી રીતે મહામેાહ વિગેરેમાં આસક્ત થયેલા દેખાતા હતા તેમ આ જૈનપુરના લોકો પણ મહામેાહ વિગેરે આંતર શત્રુઓમાં આસક્ત જણાય છે; કારણ કે આ જૈન લોકો પણ સર્વ કાર્યો કરતાં જણાય છે: જેમકે એ ભવચક્રના લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org