________________
૧૦૪૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રાથ
એ કમઁપરિણામ મહારાજા જે સર્વના ઉપરી મોટા રાજા છે તેણે આ સાત્ત્વિકમાનસપુરની કે તેના હાથ નીચેના નિર્મળમાનસ આદિ કોઇ પણ નગરની જમીનદારી કોઇને આપી નથી, આ નગરની જમીનદારી અને આવકના ઉપભાગ તે તે કર્મપરિણામ રાજા પોતે જ કરે છે અને તેની આવકનેા કેટલાક વિભાગ શુભાશય વિગેરે રાજ્યને આપે છે.' એને પરિણામે આ સાત્ત્વિકમાનસપુર અને તેના તાબાના સર્વ નગરા ઉપર મહામેાહ વિગેરે રાજાઓ કે તેના સેવાનું કાંઇ જોર ચાલતું નથી. આ સાત્ત્વિકમાનસપુર આખા જગના સારભૂત છે, એ સર્વ પ્રકારના ઉપદ્રાથી તદ્દન રહિત છે, એ સર્વે પ્રાણીઓને અનેક પ્રકારના આહ્લાદ ઉત્પન્ન કરે તેવું સુંદર છે એને બાહ્ય મનુષ્યોનાં મનને પાતાના તરફ હરણ કરે તેવું છે. આવી રીતે એ સાત્ત્વિકમાનસપુર સંબંધી હકીકત ભાઇ પ્રકર્ષ ! તારી પાસે એ સંક્ષેપમાં જણાવી તે તારા લક્ષ્યમાં આવી હશે, હવે એ નગરમા વસનારા લોકો કેવા સુંદર છે તેનું વર્ણન કરૂં છું તે તું લક્ષ્ય દઈને સાંભળ અને ચિત્તમાં ધારણ કર!
સાત્ત્વિકપુરના લોકો.
“ આ સાત્ત્વિકમાનસનગરમાં જે બાહ્ય લોકો વસે છે તેએમ શૂરવીરપણું, બળવાનપણું વિગેરે ચુણા હોય છે અને જે અહિરંગ લોકો આ સાત્ત્વિકપુરમાં આવીને વસે છે તે આ નગરના માહાત્મ્યને લઈને જ વિક્ષુધાલય( દેવલોક )માં જાય છે. એ ઉપરાંત વળી જે લોકો અહીં રહેતા હેાય છે તેઓની દૃષ્ટિ સન્મુખ વિવેક પર્વત આવી જાય છે, કારણ કે સાત્ત્વિકપુરથી તે પર્વત ઘણેા જ નજીક છે અથવા ખરાખર કહીએ તેા સાત્ત્વિકપુરમાં જ તે આવેલા છે. હવે એ સા ત્ત્વિકપુરમાં રહેનારા લોકોમાંથી જે કાઇ એ વિવેકપર્વતને દેખીને તેના ઉપર આરોહણ કરે છે તે જરૂર જૈનપુરને પ્રાપ્ત કરે છે
૧ સાત્ત્વિક મનમાં મેાહ-રાગ કે દ્વેષનું સામ્રાજ્ય પ્રવર્તતું નથી, કર્મ તે હજી રહ્યાં છે, પણ તે શુભ હેાય છે. આ વાત આ જ પ્રકરણમાં આગળ વધારે સ્પષ્ટ કરી છે.
૨ સાત્ત્વિકપુરમાં વસનારા સર્વ લેાકા જૈનધર્મ આદરનાર જ હેાય છે એમ નથી. આ હકીકત સ્પષ્ટ કરવામાં ગ્રંથકર્તાએ નિષ્પક્ષપાતપણું બતાવ્યું છે. સા" ત્ત્વિકભાવ જૈનેતરમાં પણ સંભવે છે અને તેને વિષુધાલયમાં (દેવલાક સુધી) લઇઃ જાય છે. મેાક્ષ જવા માટે શુદ્ધ સહા જોઇએ. આ હકીકત લક્ષ્યપૂર્વક વિચારવા યેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org