________________
૧૦૪૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ સાત્વિકમાનસ પુર
તેનું સ્થાન, તેની જમીનદારી. તેના હો, તેના તાબાનાં નગરે.
કર્મપરિણામ અને શુભાશય રાજાઓ, પ્રક–“અહો મામા! જે જૈનપુરને આવો મોટો સ્વામી છે જ્યાં આવો સારે મંડપ છે અને જ્યાં આવા સુંદર લેકે વસે છે તે નગર તો ઘણું સુંદર અને રમણીય જણાય છે. ત્યારે મામા! જે નગર આવા સુંદર વિવેક પર્વત પર આવી રહેલું છે તે શું સર્વ દોષથી ભરેલા ભવચક્રમાં આવેલ છે? ભવચક્રમાં તે આવા સુંદર મંડપને શી રીતે સ્થાન હોઈ શકે ?”
વિમર્શ–ભાઈ ! આ વિવેક નામનો પર્વત કેવી રીતે અને કઈ જગ્યાએ આવી રહેલો છે તે સ્થાન સંબંધી હકીકત કહું તે તું બરાબર સમજી લે. વાત એમ છે કે એ ચિત્તસમાધાન મંડપ જે વિવેક પર્વત પર આવી રહેલ છે તે ખરી રીતે તે ચિત્તવૃત્તિ અટવીમાં જ આવી રહેલ છે, બાકી વિદ્વાનો ઉપચાર માત્રથી એને 'ભવચક્ર નગ રમાં આવી રહેલ ગણે છે; કારણ કે અહીં સારા ઉત્તમ લેકેથી વસાયેલ એક મોટું વિસ્તારવાળું સાવિકમાનસ નામનું અંતરંગ નગર છે, એ નગરમાં એ સુંદર વિવેકગિરિ આવેલું છે. હવે એ સાવિકમાનસપુર ભવચકમાં છે અને તે સાત્વિકમાનસપુરમાં વિવેક પર્વત આવેલ છે, તેથી પરસ્પર બન્નેને આધાર આધેય સંબંધ છે. ભવચકમાં સાવિકપુર અને તેમાં વિવેકપર્વત હોવાને લીધે તે જૈનપુરને પણ ભવચક્રમાં આવી રહેલું ગણવામાં આવ્યું છે.”
પ્રકર્ષ–“મામા! જે આપ કહો છો તેમ છે તો પછી આ વિવેક પર્વતના આધારભૂત આપે જે સાત્વિક માનસપુર કહ્યું, એની સેવા
૧ ભવચક્ર નગર બાલ છે, ચિત્તવૃત્તિ અટવિનું સ્થાન અંતરગમાં છે. માહ રાયના વર્ણનમાં પણ બન્નેનાં સ્થાને અલગ રાખ્યાં છે તે લક્ષ્યમાં હશે. જૈનપુરનું
સ્થાન ખરેખરૂં તો અંતર દેશમાં જ છે, પણ ઉપચારથી બાહ્ય નજરે તેને બાહ્ય પ્રદેશમાં પણ ગણી શકાય એ આ હકીકતનું રહસ્ય છે.
૨ હકીકત બહુ સાદી છે. બાહ્ય અને અંતરંગ અથવા દ્રવ્ય અને ભાવ જેનને તફાવત સ્પષ્ટ થતાં વ્યવહાર અને નિશ્રય બન્ને દૃષ્ટિ જાળવવા ખાતર ચિત્તવૃત્તિમાં જૈનપુરનું વાસ્તવિક સ્થાન છતાં તેને ભવચક્રમાં ઉપચારથી વ્યવહાર નજરે ગણવામાં આળ્યું છે. સાવિકપુર આધાર છે અને વિવેક આધેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org