________________
૮૮૩
પ્રકરણ ૨૭] ચાર અવાંતર નગરે. છે, દુઃખથી ચોતરફ વ્યાપ્ત છે. એ નગરની સંક્ષેપમાં હકીકત ભાઈ પ્રક! મેં તને કહી સંભળાવી. આ પાપિ પજર નગરમાં ખાસ કરીને ત્રણ પ્રકારની વેદના થાય છે: ૧ અને કૃત વેદના, ૨ ક્ષેત્ર વેદના, ૩ પરમાધામીકૃત વેદના. આ સર્વ વેદનાઓ ઘણું ભયંકર છે અને એકંદરે આ પાપિપજર નગર દુઃખસંતાપથી વ્યાપ્ત છે.
આ પ્રમાણે મેં તારી પાસે માનવાવાસ, વિબુધાલય, પશુસ્થાન અને પાપિ પંજર-ચારે પેટાનગરનું વર્ણન કરી બતાવ્યું. આ ચાર નગરને જે તે બરાબર જાણ્યા તે આખું ભવચક્ર બરાબર જોઈ લીધું એમ તારે જાણવું.”
મામાનાં આવાં વચન સાંભળીને પ્રકર્ષે ભવચક્રનગર તરફ સંભાળથી પોતાની નજર આદરપૂર્વક ફેરવી લીધી.
૧ ભવચકમાં ચાર ગતિ હોય છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરકગતિ. સંસારી સર્વ જીવોને આ ચાર ગતિમાં સમાવેશ થાય છે તેથી જે આ ચાર ગતિને બરાબર સમજવામાં આવે તો આખા ભવચક્રને એટલે સંસારને સમજી જવાય. તિર્યંચગતિમાં એકથી ચાર ઇંદ્રિયવાળા જીવોનો પણ સમાવેશ થાય છે. મુખ્ય હકીકત અત્ર પાંચ ઇદ્રિયવાળા જીવોને આશ્રયીને લખી છે, પરંતુ ૫. ૯૯૦ માં લખેલી નોટથી જણાશે કે અત્ર સર્વ ને સમાવેશ કરવાને ઈરાદે છે. ભવચક્રનાં આ ચારે નગરો જોઇ લીધાં એટલે વાસ્તવિક રીતે આખું સવચક જેવાઈ ગયું એમ સમજવું. તે ઉપરાંત તો નિવૃત્તિનગરીના છ જ બાકી રહે છે જેને ભવચક-સંસાર સાથે કોઈ સંબંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org