________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ વિસ્તારથી જણાવ્યાં છે. અહીં જે આનંદ થાય છે, દેખાય છે અને
અહીં રહેનારા માને છે, તે માત્ર સ્થળ, ઉપર ઉપરને અને ખરા સુખના ખ્યાલ વગરને છે, ખરી રીતે વિચારતાં એમાં કાંઈ સાર નથી, દમ નથી અને એ સુખના નામને યોગ્ય પણ નથી. ભાઈ ! આવી રીતે મેં તારી પાસે વિબુધાલયનું ટુંકામાં વર્ણન કર્યું, હવે ત્યાર પછી પશુસંસ્થાન નામનું ત્રીજું અવાંતર નગર આવે છે તેની હકીકત તને સંક્ષેપમાં કહી સંભળાવું છું તે તું ધ્યાન રાખીને સાંભળ. પશુસંસ્થાન,
“એ પશુસંરથાનમાં જે પ્રાણીઓ રહે છે તેઓ નિરંતર ભુ. ખથી પીડાય છે, અરતિથી હેરાન થાય છે, અનેક સંતાપથી દુણાય છે, તૃષાથી ત્રાસ પામે છે, અનેક જાતની વેદના–પીડાઓ ખમે છે, તેઓને વારંવાર દાહ થયા કરે છે, અનેક પ્રકારે પાણી તથા આહારનો શેષ થાય છે, શોક તથા ભયને તો કાંઈ પાર નથી, વારંવાર ઉદ્વેગ થયા કરે છે, અનેકવાર બંધાય છે, ઉપરથી માર પડ્યા કરે છે અને એવી રીતે એ પશુસંસ્થાનમાં રહેનારા લેકે હમેશાં દુઃખમાં જ રહે છે અને તેમને મહામહ વિગેરે અનેક પ્રકારનાં દુઃખો અને ત્રાસે આપ્યાં કરે છે, તેથી તેઓ તદ્દન દીન ગરીબ અનાથ જેવા લાગે છે અને તેમને કેઈને આશ્રય કે શરણ પણ મળતું નથી. ઉપરાંત તેએમાં ધર્મ કે અધર્મને, ફરજ કે જવાબદારીને, કર્તવ્ય કે અકર્તવ્યને જરા પણ વિવેક હોતો નથી, તેઓ કલેશમય જીંદગી ગુજારે છે. એ
૧ આ પશુસંસ્થાન નગરને પરિભાષામાં તિર્યંચ ગતિ કહેવામાં આવે છે. પાંચ ઇંદ્રિયવાળા તિર્થોમાં જળચર સ્થળચર અને ખેચરો આવે છે. જળચરમાં જળમાં રહેનારા મગરમચ્છ, માછલા વિગેરેનો સમાવેશ થાય છે. સ્થળચરમાં હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ, નળીઆ, સર્પ વિગેરે જમીનપર રહેનારા છાને સમાવેશ થાય છે. (નાળી અને સર્ષને ભુજપરિસર્ષ અને ઉરપરિસર્ષ કવામાં આવે છે). ખેચરમાં હંસ, કબૂતર, પોપટ વિગેરે આકાશમાં ઉડનાર પક્ષીએનો સમાવેશ થાય છે. આ સર્વ પંચેંદ્રિય તિર્યંચ કહેવાય છે. અહીં જે વર્ણન કર્યું છે તે પંચંદ્રિય તિર્યંચને વધારે લાગુ પડે છે. એના વિશેષ વિવેચન માટે પંચાક્ષપશુસંથાનની હકીકત દ્વિતીય પ્રસ્તાવમાં આવી છે તે જુઓ (પૃષ્ઠ ૩૨૪ થી આગળ છે. એ ઉપરાંત ચાર ઇંદ્રિયવાળા વીંછિ, ભમરી, તીડ વિગેરે તેમજ ત્રણ ઇંદ્રિયવાળા માંકડ, જી, ગગડા, કિડી વિગેરે, તેમજ બે ઇંદ્રિયવાળા શંખ કેડા, જળ વિગેરે જેને બીજા પ્રસ્તાવમાં વિકલૈંદ્રિય સંસ્થાનના છો તરીકે વર્ણવ્યા છે તે પણ તિર્યંચ કહેવાય છે (જુઓ પૃ. ૩૨૦ થી આગળ ). ઉપરાંત અસંયવહાર અને સંયવહાર નગરના એકત્રિ પણ તિર્યંચગતિમાં જ આવે છે. (જીએ પૃ. ૩૦૫ થી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org