________________
પ્રકરણ ૨૭]
ચાર અવાંતર નગર.
વ્યસ્ત સ્થિતિવાળું જણાય છે; કોઇ જગ્યાએ લશ્કરી સેનાનીઓએ મોટું યુદ્ધ શરૂ કરેલ હાવાને લીધે ઘણું ભયંકર લાગે છે; કેાઇ જગ્યાએ એહી મિત્રના ઘણે કાળે મળવાથી આંખેામાંથી હર્ષના આંસુ ચાલ્યા જાય છે; કોઇ જગ્યાએ લેાકેા ગરીબાઇ અને કમનસીબને લીધે અને કોઇ જગ્યાએ વ્યાધિએની અનેક પ્રકારની પીડાને લીધે હેરાન ગતિ પામતા જોવામાં આવે છે; કોઇ જગ્યાએ શબ્દ રૂ૫ રસ ગંધ વિગેરે ઇંદ્રિયની તૃપ્તિનાં કારણેા પ્રાપ્ત કરીને મનમાં માની લીધેલાં ખાટાં સુખથી ભરપૂર મનુષ્યા દેખાય છે; કોઇ જગ્યાએ સાચા અને સારા રસ્તાથી દૂર ગયેલા અને મહા પાપ કરનારા પાપી પ્રાણીઓથી ભરપૂર દેખાય છે અને વળી કોઇ જગ્યાએ ધર્મબુદ્ધિ છતાં પણ તેનાથી તદ્દન ઉલટી રીતીએ (ધર્મવિરૂદ્ધ) વર્તન કરનારા માણસેાથી નગર વ્યાસ દેખાય છે. ભાઇ! તારી પાસે મારે કેટલી હકીકત કેહેવી? તને સંક્ષેપમાં કહું તે! મહામેાહ વિગેરે રાજાઓનાં જે જે ચરિત્રોની હકીકત મેં તારી પાસે વર્ણવી હતી, તે સંબંધી જે જે હકીકત તને જણાવી હતી તે તે સર્વ ચરિત્રો અને હકીકતા આ નગરમાં ખાસ કરીને પ્રાપ્ત થાય છે, જૂદાં જૂદાં કારણા અને પ્રસંગેા પ્રાપ્ત કરીને આ માનવાવાસ નગરમાં એ સર્વ બાબતે અન્યા કરે છે. આ પ્રમાણે માનવાવાસ નગર સંબંધી હકીકત તને ટુંકામાં કહી સંભળાવી. હવે વિષુધાલય નામના બીજા નગરની હકીકતને કહી સંભળાવું છું તે લક્ષ્યમાં રાખજે.
વિષ્ણુધાલય.
''
આ વિષ્ણુધાલય પેટા નગરને તારે સ્વર્ગરૂપ સમજવું. એમાં અનેક પારિજાત વૃક્ષેા છે, સુંદર પારિભદ્ર ( આકડાને મળતાં ) વૃક્ષા છે, અનેક કલ્પવૃક્ષો છે અને સુંદર વૃક્ષાનાં મોટાં મોટાં વનેાથી એ ભરેલું છે. એમાં સુરપુન્નાગ (સેારંગી )ના ઝાડાની સુગંધી ચારે તરફ ઉડી રહી છે, તેમજ ચંદન વૃક્ષાની ખુશબા ચાતરફ ફેલાતી હેાય છે,
८८७
૧ વિષ્ણુધાલયમાં દેવ અને અસુરને। સમાવેશ થાય છે. ખાર દેવલેાક, નવ ગ્રેવેચક, પાંચ અનુત્તર વૈમાન, નવ લેાકાંતિક એ સર્વનાં સ્થાને ઉપરના લેાક્રમાં છે. ભુવનપતિ, વ્યંતર અને વાણુત્યંતરનાં સ્થાને તીર્છા અને અધેલેાકમાં છે, તીર્યંગ્યુંભક દેવા સેવા ચાકરી કરનાર છે. દેવગતિમાં સુખ વધારે છે, પણ ધર્મપ્રાપ્તિ બહુ ઘેાડાને થાય છે, ઘણે ભાગે જમે પુંછ ખાઇ જવાના વ્યવહાર વધારે અને છે. અહીં વિષુધાલયનું વર્ણન કર્યું છે તેમાં મુખ્યત્વે કરીને બાર દેવલાકના દેશને આશ્રયીને કરેલ હેાય એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org