________________
પ્રકરણ ૨૭ મું.
ચાર અવાંતર નગરા.
માનવાવાસ,
વિષ્ણુધાલય. પશુસંસ્થાન.
પાપિ પંજર,
વિવેકપર્વતપરથી વિશેષ અવલેાકના,
વિવેક પર્વતપર ઊભા ઊભા મામા ભાણેજ ભવચક્ર નગરની અનેક પ્રકારની ચેષ્ટાઓ જોઇ રહ્યા છે અને તેના સંબંધમાં ભાણેજ જે સવાલા પૂછે તેના મામા ઉત્તર આપતા જાય છે અને દરેક હકીકતપર ચાગ્ય પ્રકાશ પાડે છે. પછી મામાએ કહ્યું “ ભાઇ પ્રકર્ષ! આ ભવચક્ર નગર તે એટલું મોટું લાંબું અને વિશાળ છે કે એનાં દરેક કૌતુકા તા તને સીધી રીતે કેટલાં બતાવું! એ તે તું જ્યાં નજર કરીશ ત્યાં કાંઇ કાંઇ નવીનતા તારા જોવામાં જરૂર આવશે. તને આ નગરનું સ્વરૂપ જાણી લેવાની ઘણીજ જિજ્ઞાસા થઇ છે માટે હું તને ટુંકામાં કેટલીક હકીકત સમજાવી દઉં. આજે આપણે આ વિવેક નામના અત્યંત નિર્મળ પર્વત ઉપર ચઢ્યા છીએ, માટે તું બધી હકીકત તારી આંખ સન્મુખ જોઇ શકે છે અને તેથી રૂપથી તે તેનું ફરીવાર વર્ણન કરવાની કે નિવેદન કરવાની જરૂર મને લાગતી નથી અને આ ભવચક્રપુર સંબંધી ગુણથી તેા હું વિવેચન કરતા જ’ હું તે તું સાંભળે છે. હવે સંક્ષેપમાં બીજી કેટલીક વાત કરી દઉં છું તે તું સાંભળ. તું તારી આંખે જે જોઇ શકે તેનું મારે વર્ણન કરવાની જરૂર નથી, એના ગુણા કહેવાની જરૂર છે તે તને કહી સંભળાવેલ છે અને વળી
પરાંઓને પરિચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org