________________
૯૭૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ ઊભ છે, તેની બાજુમાં રાજાના નોકરો ઊભા છે, એ ભયંકર રાજપુરૂષ પિલા પુરૂષની જીભ ખેંચી કાઢીને તેને તપાવેલું તાંબુ પાતાં હોય એમ દેખાય છે. આવો ઉશ્કેરનારે બનાવ જોઈને પ્રકર્ષને - નમાં ઘણી જ લાગણું થઈ આવી.
દુર્મુખની વિકથાની ભયંકર ટેવ, રાજાવિરૂદ્ધ ચલાવેલી વાત.
ગળામાં તપાવેલું તાંબું રેડાયું. ઉપરને બનાવ જોઈ લાગણીવાળા ભાણેજે સવાલ કર્યો–
“અહો અહો! મામા! મામા! આ માણસને પેલા રાજપુરૂષ નિર્દય રીતે શામાટે આવી ભયંકર પીડા આપે છે?”
વિમર્શ-માનવાવાસની અંતરમાં એક ચણકપુર નામનું નાનું નગર છે તેમાં રહેનાર એ સુમુખ નામને મેટો ધનવાન સાર્થવાહ છે, મોટા વેપારી છે, ઘણે સાહસિક છે, પણ બહુ નાની વયથી જ એનામાં એક મોટો દોષ ઉત્પન્ન થયે છે એની ભાષામાં ઘણી જ કડવાશ અને કઠોરતા છે અને એ બાબતની એને એવી લત લાગી છે કે ઘણુની શિખામણ છતાં એ પોતાની ટેવ છેડી શકતો નથી. લોકેએ આખરે એનું સુમુખને બદલે દુર્મુખ નામ સ્થાપી દીધું કારણ કે એનાં મહમાં કડવાશ, નકામી વાત અને કચવાટ ભરેલાં હતાં તેથી તે દુર્મુખ નામને જ યોગ્ય હતે. એને સાધારણ રીતે જ એવી ટેવ હતી કે કઈ સ્ત્રીઓ સંબંધી વાત કરે તે તેને બહુ પસંદ આવે, કોઈ ભોજનની વાત કરે તે તે તેને ઘણી ગમે, રાજયચર્ચા કેઈ ચલાવે તો તેના મનમાં ઘણે આનંદ થાય અને કેઇ દેશકથા કરે તે તેના હૃદયમાં હર્ષ ઉભરાઈ જાય, અને એવી કોઈ રાજ, દેશ, સ્ત્રી કે ભેજનકથા કરવાને પ્રસંગ મળી જાય તો પછી પોતાના મહને વશ રાખવાને-કબજામાં કે અંકુશમાં રાખવાને તેનામાં જરાએ શક્તિ નહોતી.
હવે એ ચણકપુરને તીવ્ર નામને રાજા હતો. એ રાજાને પિતાના કેઈ શત્રુ સાથે લડાઈ કરવાનો વખત આવ્યે. તીવ્ર રાજા અને દુશમનને લડાઈ થઈ તેમાં આખરે શત્રુઓને તીવ્ર રાજાએ જીત્યા. હવે એ તીવ્ર રાજાએ દુમન તરફ કૂચ કરી ત્યાર પછી લેકેમાં આ દુર્મુખ સાર્થવાહે વાત ચલાવી કે-અરે આપણું રાજાના શત્રુઓ તો ઘણું જ બળવાનું છે, તેઓ જરૂર આપણું રાજાને હઠાવી દેશે અને તેઓ ચોક્કસ આપણું નગર લુંટવા સારૂ અહીં આવશે, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org