________________
પ્રકરણ ૨૫ ] રમણ અને ગણિકા.
૯૬૫ આખા શરીરે સિંચન કરવામાં આવ્યું હોય, જાણે પિતાને હીરા માણેક રત્રને ભંડાર મળી ગયો હોય અથવા તો મોટા રાજ્ય ઉપર પિતાનો અભિષેક થયો હોય તે મોટો આનંદ રમણને થશે. હવે તેજ વખતે મદનમંજરી ઘરની બહાર નીકળી, તેણે રમણને ઘર બહાર ઊભેલે જેવો, ચાલાક હોવાથી તુરત સમજી ગઈ કે આજે ભાઈ પાસે કઈથી થોડા પૈસા આવ્યા લાગે છે. એ પ્રમાણે તેને થોડા ધનવાળો જોતાં જ તેણે પિતાની યુવાન દીકરીને નિશાની કરી સંજ્ઞાદ્વારા જણુવ્યું કે રમણ આવ્યો છે અને તેને લુંટવ છે. સંજ્ઞા થતાં જ કંકલિકાએ ઉપરના હાવભાવથી સુંદર લાગતી મીઠી નજરે રમણ તરફ જોયું એટલે રમણ તો રાજી રાજી થઈ ગયું. આ વખતે મકરવજે પિતાનો અવસર જોઇ ધનુષને ઠેઠ પિતાના કાન સુધી ખેંચીને એક તીવ્ર બાણ ફેકયું અને તેનાથી રમણની છાતી આરપાર વીધી નાખી એટલે એણે કુંદકલિકાને પોતાની છાતીએ વળગાડી, તેને ભેટ અને તેને સાથે લઈને તેના મંદિરમાં દાખલ થયો. મદનમંજરી ડોકરી તે વખતે ત્યાં આવી, તેને રમણે પોતાની પાસે હતા તે સર્વ રૂપિયા અને ચીજો સોંપી દીધાં. મદનમંજરીએ સર્વ ગ્રહણ કર્યું અને કપડાં વિગેરે સર્વ ઉતારી લઈને તે જન્મ્યો ત્યારે જે હતો તે ના કરી મૂકો. પછી મદનમંજરી બોલી “છોકરા ! તું અહીં આવ્યો એ તો બહુ સારું કર્યું, દીકરી કુંદકલિકા તને વારંવાર યાદ કરતી હતી; પણ જે ને, આપણુ રાજાનો છોકરે ચંડ હમણું જ અહીં આવવાનો છે માટે હાલ તું જરા છુપાઈ જા. તને એ દેખશે તે ઘણે ગુસ્સે થઈ જશે અને કદાચ તને પૂરે કરી મૂકશે.” આ હકીકત સાંભળતાં રમણના શરીરમાં ભયે પ્રવેશ કર્યો.
એજ વખતે ગણિકાના દરવાજા પર ચંડ (રાજપુત્ર) ભયને અવસર. આવી પહોંચ્યો. એને આવી પહોંચેલ જે ભય
વધારે જોરમાં આવ્યું. રમણ ખખડી ગયે, ડર ખાઈ ગયે, મુંઝાઈ ગયે. ચંડ તો એકદમ સીધો મંદીરમાં ચાલ્યો આવ્યો. ચંડે એને નજરે જોયો એટલે એ તે એકદમ ગુસ્સે થઈ ગયો અને પિતાની તરવાર ખેંચી કાઢી અને રમણને કહ્યું કે એનામાં તાકાત હોય તે ખુશીથી કંકયુદ્ધ કરે. રમણ તો બાપડા દીન થઈ ગ, લાજ વગરને થઈ ગયે, તદ્દન નપુંસક જેવો થઈ ગયો, - ૧ પરસ્ત્રીલંપટ પુરૂષોને નિરંતર ભયમાં રહેવું પડે છે. બળવાન હોય તે પણ એ વખતે નિર્વર્ય થઇ જાય છેઆ હકીકત વ્યવહારૂ રીતે બનતી જઇ શકાય અથવા કલ્પી શકાય તેવી છે.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org