________________
પ્રકરણ ૨૩ ]
રિપુકંપન, (મિથ્યાભિમાન.)
મતિકલિતાને પુત્ર જન્મ, મિથ્યાભિમાનથી મહેાત્સવ. હર્ષના પ્રસંગની ધમાલે,
હર્ષ–શાકને અવસર.
હવે એ રિપુકંપન રાજાને એક મતિકલિતા નામની બીજી રાણી હતી. જે વખતે મામા ભાણેજે રાજ્યમહેલમાં પ્રવેશ કર્યાં તે જ વ ખતે એ અતિકલિતા રાણીએ એક છેાકરાને જન્મ આપ્યા. કરાના જન્મ થતાં જ સૂર્યના ઉદય થતાં જેમ કમળ વિકાસ પામે અથવા ગગનતળમાંથી સર્વ અંધકારસમૂહને નાશ થઇ જાય અથવા તે સુંદરજનના નયના ઉંઘ ઉડી ગયા પછી જેવી શાભા આપે અથવા તા સ્વધર્મકર્મના વ્યાપારમાં તત્પર એક સુંદર ઘર હેાય તેમ તે આખું રાજભુવન શોભવા લાગ્યું; સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહ્યો, ચાતરફ મણિઓના દીવાઓના ઝગઝગાટ થવા લાગ્યા, મંગળ સમયે બતાવવાના આરિસાની માળાએ (હારા) ચાતરફ વિસ્તારવામાં આવી, અનેક પ્રકારનાં રક્ષાનાં વિદ્યાનેા કરવામાં આવ્યાં, ધેાળા સરસવથી નંદાવર્તની સેંકડો રેખા પૂરીને સાથીઆએ કરવામાં આવ્યા, વિલાસી સ્ત્રીઓના હાથમાં ધાળા ચામરે આપી તેમને ઠેકાણે ઠેકાણે સ્થાપન કરવામાં આવી અને પ્રિયંવદા નામની દાસી સભાસ્થાનમાં બેઠેલા મહારાજા પાસે પુત્રજન્મની વધામણી દેવા સારૂ ચાલી.
પ્રિયંવદાની વધામણી.
એ વધામણી ખાવા જનાર દાસીનું ચાલવું ઉતાવળને લઇને જોરવાળું હતું, તેના પગો ધમધમ જમીનપર પડતા હતા, ચાલતા ચાલતા પગમાં ઝાંઝર પહેરેલા હોવાને લીધે વચ્ચેવચ્ચે તેની ગતિ જરા જરા સ્ખલિત થતી હતી, પગના ચાલવાને લીધે તેની ચાલના તાલમાં સ્તનેા ઊંચાં નીચાં થતાં હતાં, સ્તનના કંપને લીધે નિતં પણ ઘોળાઇ રહ્યા હતા, ફરફર થતા કુલાએથી કંદેારામાંથી ઘુઘરીઆના ઘમકાર થતા હતા, કંદારના હાલવાની સાથે સ્તનપરનું કપડું ખસી જતું હતું, કપડું ખસી જવાને લીધે મુખપર લજા થઇ આવતી હતી અને વદનરૂપ ચંદ્રમાથી જીવનમાં ચોતરફ ઉદ્યોત ફેલાઇ રહેતા હતા. નિતમ્બ અને સ્તનાનાં ભારે ભારથી લચી ગયેલી તે ખાલિકા હાલવામાં ઘણી મંદ હતી તેા પણ આનંદના આવેશથી ઉતાવળમાં વેગથી દોડતી આગળ વધી જતી હતી. અનુક્રમે તે સભાસ્થાનમાં પહોંચી અને તેણે આનંદથી મહારાજા રિપુકંપનને
Jain Education International
૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org