________________
પ્રકરણ ૨૧] વસંતરાજ-લેલાલ.
૯૩૭ વિમર્શ—“નારે ભાઈ! એવું કાંઈ નથી. મેં તને અગાઉ પણ જણાવ્યું હતું કે એ અંતરંગ લોકે તો ધારે તેટલાં રૂપ કરી શકે તેવાં છે; તેથી જો કે તેઓ આ મકરધ્વજના રાજ્યમાં અત્યારે અહીં આવ્યા છે તે પણ તેઓ સર્વે તે પૂર્વે જોઈ તે જ અવસ્થામાં મહામેહના સભાસ્થાનમાં બેઠેલા જ છે. આ મક૨વજનું રાજ્ય તે થોડા દિવસ ચાલવાનું છે તેથી તે ક્ષણિક કહેવાય અને પેલું મહામહનું રાજ્ય છે તે તે ઘણું કાળથી સ્થાપિત થયેલું છે, અનંત કથી પ્રવૃત્ત થયેલું છે અને અનંત કાળ રહેવાનું છે, તેથી ત્યાંથી તેઓ ખસે એ તે ખ્યાલ પણ શા માટે લાવવો જોઈએ? વળી એ મહાહનું રાજ્ય તે જોયું હતું તે તે આખા ભુવનમાં વિસ્તરેલું છે અને આ મકરધ્વજનું રાજ્ય તે માત્ર માનવાવાસમાં જ છે. આ તે એ મહામહ રાજાનો એવો સ્વભાવ છે કે જે જાની પરિસ્થિતિ નિપજાવેલી હોય તેને હમેશાં નિભાવ્યા કરવી, તેથી પોતાને મેટું રાજ્ય હેવા છતાં પણ પોતાના એક સેનાની મકરવજની પાસે પોતે નોકરનો ભાવ ધારણ કરીને રહે છે. બાકી એ મહાહનું સભાસ્થાન તો હજુ પણ વિજયવંતજ વર્તે છે અને અહીં જે દેખાય છે તેઓ અત્યારે પણ એ રાજ્યમાં તો બરાબર અસલ સ્વરૂપે જ વર્તે છે.” ૧ પ્રકર્ષ–૨મામા ! તમારે વિગતવાર ખુલાસો સાંભળીને મારા મનમાં જે શંકા થઈ હતી તે હવે બરાબર દૂર થઈ.”
હતી .
જોકે
સરક
૧ વસંતોત્સવ મનુષ્યગતિમાં જ શકય છે, તેમાં પશુપક્ષીઓ ભાગ લે તો તે મનષ્યના પટાભાગમાં આવે, મહોત્સવની જમાવટ તેઓ કરતા નથી.
૨ અહીં બે. . એ. સોસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃષ્ઠ ૬૦૧ શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org