________________
૯૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પણ તેવો જ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવો છે! તેઓનાં મનના વિક્ષેપ પણ એવા જ વિચિત્ર જણાય છે! આગળ પાછળ વિચાર ન કરવાની પદ્ધતિ પણ તેઓની ખાસ ધ્યાન આપવા લાયક છે! ઉલટા સુલટ વિચારે અને ગોટાળાઓને તે અહીં પાર રહ્યો જણું નથી ! તેઓની ખરાબ ભાવના તરફની પ્રીતિ પણ અસાધારણ જણાય છે ! ભેગ ભેગવવાની તૃષ્ણની અધમ ચાહના પણ અત્યંત છે! અને અવિદ્યાથી હણાયેલા તેઓના ચિત્તની દશા પણ શોચનીય છે!
તે વખતે પ્રકર્ષ એ સર્વ લોકોના વિલાસે ઉઘાડી આંખે નીરખી નીરખીને જોઈ રહ્યો હતો તેને તેના મામાએ કહ્યું કે “ભાઈ પ્રક! આ સર્વ બહિરંગ પ્રદેશમાં રહેનારા પ્રાણીઓ છે. જે મહામહ વિગેરે રાજાઓ સંબંધી મેં તારી પાસે અગાઉ વર્ણન કર્યું હતું તે રાજાઓને આ સર્વ પ્રતાપ છે.”
પ્રકર્ષ–“મામા ! કઈ હકીકતને લઈને અને કયા રાજાના પ્રતાપથી આ લેકે એવા પ્રકારની ચેષ્ટાઓ કરે છે?”
વિમર્શ “ભાઈ! હું એ હકીકતને વિચારીને જવાબ આપું છું, જરા સબુરી પકડ.”
પછી વિમર્શમામાએ સ્થાન ધર્યું, આંખો બંધ કરી, વિચાર કરીને મનમાં બરાબર ધારણ કરી, પછી ભાણેજને કહેવા માંડ્યું –
વસંતમાં મકરદવજ, વસંત મકરવજ મૈત્રી,
“ભાઈ પ્રક! સાંભળ. તું યાદ કર. પેલી ચિત્તવૃત્તિ મહા અટવીમાં પ્રમત્તતા નદીમાં જે ચિત્તવિક્ષેપ નામનો મંડપ તારા જોવામાં આવ્યો હતો તેમાં મહામહ રાજાની જે તુર્ણ નામની જુદી વેદિકા હતી તેમાં એક સિંહાસન પર બેઠેલા તે મકરધ્વજને તે જે હતે. એ મકરધ્વજને આ વસંત ખાસ મિત્ર થાય છે. વાત એમ બની કે
જ્યારે શિશિર ઋતુ લગભગ પૂરી થવા આવી ત્યારે આ ભાઈ વસંત પિતાના મિત્ર મકરધ્વજ પાસે કાંઈ કામે ગયો હતો અને તેની સાથે આનંદવાર્તા કરીને છેડે વખત તેની પાસે રહ્યો હતો. આ વસંત પેલા કર્મપરિણામ મહારાજા અને કાળપરિણતિ મહારાણીને ખાસ નોકર છે. એ વસંતે પોતાની એક ખાસ ખાનગી વાત પોતાના અંગત
૧ જુઓ પૃ. ૮૭૭ થી શરૂ થયેલો કામદેવને હેવાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org