________________
પ્રકરણ ૨૧]
વસંતરાજ-લાલાક્ષ.
ભેટીને બેસી ગયા છે, અને કોઇ વવિભાગેા યુવાન વિલાસીનીઓના સુખવડે કમળખંડથી પણ વધારે શાભાવાળા નથી એમ નથી એટલે ક્રમળવનખંડથી પણ વધારે શોભા શ્રીમુખકમળને લીધે ધારણ કરી રહ્યા છે.”
વિશે—“ ભાઇ પ્રકર્ષ ! તે બહુ સારી રીતે અવલોકન કરી લીધું. એ સર્વ ભાગ તારા કૌતુકને તૃપ્ત કરે તેવા છે. બાકીના વનવિભાગ પણ સર્વે એવી જ જાતના છે. તેટલા જ માટે મેં તને કહ્યું હતું કે ખરાઅર યોગ્ય વખતે તને આ ભવચક્રનગર જોવાનું કૌતુક થયું છે, કારણ કે આ વખતે જ એ નગર તેના પૂર બહારમાં હેાય છે. હવે તે નગરની અહારના વિભાગા ઉદ્યાના વિગેરે તે જોઇ લીધાં, આપણે હવે નગરમાં પ્રવેશ કરીએ. નગરની શેાભા કેવી છે તે હવે આપણે ખરાખર જોઇ લઇએ એટલે તારા મનનું કૌતુક પૂરૂં કરવાના જે મનોરથ તને થયા છે તે તૃપ્ત થઈ જાય.”
પ્રકર્ષ
મામા ! અહિઃપ્રદેશમાં રહેલા આ લેાકેાના વિલાસ તેા ખાસ જોવા લાયક હાય એમ મને લાગે છે. નગર બહારના આ પ્રદેશ ઘણા સુંદર છે, વળી મને રસ્તાના થાક પણ લાગ્યા છે, તેથી આપ મારા ઉપર કૃપા કરો અને હજી થોડા વખત વધારે અહીં જ ચાલો. થોડા વખત પછી આપણે નગરમાં દાખલ થઇશું.” વિશે—“ ભલે, એમ કરે!”
૧
ભવચક્રનાં કૌતુકા,
*
*
Jain Education International
૯૨૭
**
વસંતરાજ-લાલાક્ષ રાજા.ર લેાકેામાં માટી ધમાધમ, નવરસમાં મગ્નતા.
આ પ્રમાણે મામા ભાણેજ વાત કરતા હતા ત્યાં એક અતિ અદ્ભુત બનાવ બન્યા.
૧ અહીંથી ભવચક્રનાં કૌતુકા શરૂ થાય છે તે ખરાબર વિચારવા. તે પ્રકરણ ૩૭ ના અંત સુધી ચાલશે.
૨ બાહ્ય પ્રદેશના રાજા લાલાક્ષ છે. વસંત આવેલ છે અને અંતરંગ રાય વસંતકાળમાં મકરધ્વજનું થવાનું છે તે આગળ જણાશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org