________________
૮૧૦
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
[ પ્રતાવ ૪
ભવચક નામનું નગર ઘણું જ મોટું અને લાંબા વિસ્તારવાળું હોવાથી તે નગરમાં બીજાં અનેક નાનાં નાનાં શહેરો- ગામે આવેલાં છે, તે નગરને અનેક પરાંઓ છે, વળી તેમાં અનેક પાડાઓ છે તથા અનેક પ્રકારનાં ઘરોની હારની હારે આવી રહેલી છે અને વળી ત્યાં અનેક દેવાલ (દેવકલે) પણ આવી રહેલાં છે. ત્યાં એટલી જાતના લેકે વસે છે કે તેઓની સંખ્યાની ગણત્રી કરવી પણ તદ્દન અશક્ય છે. મને એમ લાગે છે કે જે બહિરંગ લેકેએ પોતાના વીર્યથી આ મહાહ મહારાજા પ્રમુખ મોટા શત્રુ વર્ગને હાલકલેલ કરી મૂકે છે તે લેકે ત્યાં જ વસતા હોવા જોઈએ.”
પ્રકર્ષ–“ ત્યારે મામા! તમે જે નગરની વાત કરી તે અંતરંગ નગર છે કે બહિરંગ નગર છે?
વિમર્શ–“એક અપેક્ષા ધ્યાનમાં લઈને એ નગરને અંતરંગ કે બહિરંગ કહી શકાય તેમ નથી, કારણકે એ નગરમાં જેમ બહિરંગ પ્રાણીઓ છે તેમ અંતરંગ લેકે પણ ત્યાં જ વસે છેઃ હકીકત એમ છે કે આ મોહરાજાને સમવડીઓ સંતોષ નામને દુશ્મન છે તે પણ એ જ નગરમાં વસે છે અને આ મેહરાયનું લશ્કર એ જ નગરને ઘેરો ઘાલીને પડેલું છે.”
પ્રકર્ષ–“મામા! આ મહારાજાના લશ્કરીઓ તે અહીં ચિત્તવૃત્તિ અટવીમાં છે છતાં ભવચક્ર નગરમાં પણ વળી તે કેવી રીતે હોઈ શકે? બે જગ્યા પર એક સાથે કેમ રહી શકે?”
વિમર્શ “ભાઈ ! એ મહામોહ રાજા વિગેરે અંતરંગ લેકે તે યોગી જેવા છે, ખરેખર યોગી જ છે; તેથી તેઓ અહીં પણ દેખાય છે અને ત્યાં પણ રહે છે તેમાં કેઇપણ પ્રકારનો વાંધો આવતો નથી. કારણ કે યોગીની પેઠે તેઓ ધારે તેવાં અને ધારે તેટલાં રૂપ કરી શકે છે, પારકાપુરમાં પ્રવેશ કરી શકે છે, મરજી આવે ત્યારે અંત
૧ ભવચક આખો સંસાર. અરઘટ્ટાઢિની આખી રચના આ નગરમાં સમાય છે. માત્ર મોક્ષના છ જ એ નગરની બહાર છે.
૨ મનજગતિ આદિ નગરી કહેવાય. તેના ભરતાદિ વિભાગ પરાંએ. તેમાંના ગામ શહેર તે પાડાઓ અને દેવકળે તે બાર દેવલોકાદિ દેવસ્થાને એમ બેસે છે. ભા. ક.
૩ આ સંતોષ મોહરાયને મોટો દુશમન છે. તેની હકીકત અગાઉ ઘણી વખત આવી છે. દાખલા તરીકે જુઓ પછ. ૩૮૯–૩૯૭.
૪ પરપુરવેશઃ અન્યના શરીરમાં આત્માએ પ્રવેશ કરે. આ વેગને વિષય છે, જીઓ યોગશાસ્ત્ર-પ્રકાશ પાંચમે-શ્લોક ૨૧૦-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org