________________
૯૦.
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
ક્રમી માણસાના સંબંધમાં શું કરી શકે? વળી એ ઉપરાંત બીજી પણ કેટલીક સ્ત્રીઓ છેકરાંઓ વિગેરે આ માહરાયના લશ્કરમાં રહેલાં છે તેમાંને કાઇ પણ એવા પ્રાણીને બધા પીડા કરી શકતા નથી. વળી બાઘુ રાજાઓમાં બાકીના ચાર રાજાએ રહ્યા (વેદનીય, આયુ, નામ અને ગોત્ર) તે તે આપડા આવા પ્રાણીઓનું સારૂં જ કરે છે એટલે તેઓ તે આ પ્રાણીને ત્રાસ આપવાને બદલે અનુકૂળપણેજ વર્તે છે. જીતનારાને સદ્દભાવ પણ વિરલતા,
બાકીના ચા૨ રાાએ.
“ ભાઇ પ્રકર્ષ ! એવા મહાત્મા પુરૂષ અંતરંગ લશ્કરપર વિજય મેળવીને પોતાની શક્તિના જોરથી નિરંતર આનંદમાં વતં છે, કોઇથી આધાપીડા વગરના રહે છે અને ચિત્તવૃત્તિને ઘણી જ શાંત રાખતા ફરે છે. હકીકત એમ છે કે એ મહામેાહ મહારાજા પોતાના સર્વ સાધન સાથે બાહ્ય પ્રદેશના પ્રાણી ઉપર આક્રમણ કરે છે અને તેને આ ભવમાં અને પરભવમાં ઘણું દુ:ખ દેનારા થાય છે. આમ હાવાથી જે પ્રાણીએ સદ્ભાવના રૂપ અસ્રો ( હથિયારા) ના ઉપયોગ કરીને એ મહારાજાને પોતાને તાબે કરી લે છે તેને પછી દુ:ખ ક્યાંથી ઉત્પન્ન થાય? દુ:ખ ઉત્પન્ન થવાનાં કારણના સમૂળગે નાશ કરવાને પરિણામે તેઓને તે કોઇ પણ પ્રકારની ઘુંચ વગરની સુખપરંપરા પ્રાપ્ત થાય છે. વાત એમ છે કે ભાઇ પ્રકર્ષ! બહિરંગ મનુષ્યેામાં એવા પ્રકારના માણસા ઘણા જ થાય હાય છે અને તેથી લોકો કહે છે કેઃ
शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ॥ १ ॥
“ દરેક પર્વતમાં માણેક હાતાં નથી, દરેક હાથીનાં ગંડસ્થળમાં મેાતી હાતાં નથી, દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હોતાં નથી, તેમ સાધુએ પણ ઠેકાણે ઠેકાણે હાતા નથી.”
“ આટલા ઉપરથી ભાઇ પ્રકર્ષ! તારા ધ્યાનમાં આવ્યું હશે કે એવી રીતે મેાહરાયપર વિજય મેળવનારા અને તેના અભિમાનને ઉતારનાશ પ્રાણીઆ હાય છે તેા ખરા, પણ તેવા બહુ થાડા હોય છે.” મામાના આ લાંબા જવાબને સાંભળી પ્રકર્ષ ઊંડા વિચારમાં પડી ગયા.
Jain Education International
>>>&
For Private & Personal Use Only
www.jainelibrary.org