________________
ex
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાત્ર ૪
જ્યારે ઉપર વણૅન કર્યું ત્યારે તે તે દરેકના નામે તથા ગુણા જાદાં જૂદાં ખતાવ્યાં હતાં, તેથી રાજાઓ અને તેમના પરિવાર જાદા ડાય એમ મને લાગ્યું હતું. ત્યારે એ હકીકત વાસ્તવિક રીતે કેમ છે તે
આપ મને બરાબર સ્પષ્ટ કરીને સમજાવે.”
વિમર્શે મામાએ જવાબમાં કહ્યું “ ભાઈ! આ મામતમાં તારે જરા પણ વિસ્મય પામવા જેવું નથી. જેમ તું એકી સાત રાજાનુંસામા- વખતે બે( નાયક અને તેના પરીવાર )ને દેખી ન્ય વિશેષ સ્વરૂપ શકતા નથી તેમ જ બીજો કોઇ પણ અહીં એકી વખતે એને દેખી શકે એવા નથી; કારણ કે એ અન્નેને જાણનાર જે હાય છે તેઓ જાણે જ છે કે એકી સાથે-એક વખતે તે અન્ને હાતા નથી, પણ તે વખતે મનમાં એવા ભાવ થાય છે કે બીજા પણ છે. દાખલા તરીકે કોઇ પણ પ્રકારના આવરણવગરના સંપૂર્ણ જ્ઞાનવાળા સર્વજ્ઞ કેવળીએ પણ એ રાજા અને તેમના પ્રત્યેકના પરિવાર એક સમયે એક સાથે નથી એ પ્રમાણે જાણે છે; એનું કારણ એ છે કે એ સાતે રાજાએ ( જેને વર્ણવવામાં આવ્યા છે તે) 'સામાન્ય રૂપે છે અને એમને પરિવાર છે તે વિશેષ રૂપે છે. આથી તારા સમજવામાં આવ્યું હશે કે અવયવને ધારણ કરનાર ( અવયવી ) તે અહીં સામાન્ય છે અને તેના અવયા વિશેષ રૂપ છે, અથવા બીજી રીતે કહીએ તેા એ સાતે રાજાઓને અંશીઆઅંશો ધારણ કરનારા અથવા અંશવાળા કહેવાય ત્યારે એના પરિવારને અંશ કહેવાય. એમાં સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા જેવી હકીકત એ છે કે સામાન્ય અને વિશેષ બન્ને કોઇ પણ પ્રાણીને એકી વખતે જ્ઞાનગોચર થઇ શકતા નથી, કારણ કે તેવી રીતે એકી વખતે જ્ઞાનગેાચર ન થવું એ સામાન્ય અને વિશેષની ખાસ પ્રકૃતિ છે-તેના સ્વભાવ જ એવો છે કે બન્ને એકી વખતે એક જ સાથે જ્ઞાનનેા વિષય ન થાય; એ બન્નેમાં દેશથી અથવા કાળથી અથવા તો સ્વભાવથી જરા પણ કોઇપણ પ્રકારના ભેદ નથી, કારણ કે અત્રે તાદાત્મ્ય રૂપે-એક રૂપે સાથે રહે છે, તેથી હું ભાઇ! તે અન્ને તને એક રૂપ જ દેખાય છે. એક દાખલેા હું તને બતાવું તે તેથી તારા લક્ષ્યમાં આ હકીકત બરાબર આવી જશે તે તું ધ્યાન રાખીને સમજી લે.
૧ ન્યાયની પરિભાષામાં એને જાતિ કહેવામાં આવે છે. પાશ્ચાય લાકમાં અને Genus કહેવામાં આવે છે.
૨ ન્યાયની પરિભાષામાં એને વ્યક્તિ કહેવામાં આવે છે. પાશ્ચાય લાંછ કમાં અને Species કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org