SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ce; ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ જ આવ્યું હતું અને આપે કરેલા તેના વર્ણનથી એ વાત ખરાખર સાચી પડે છે.” વિમર્શ—“ તારા જેવા ચાલાક માણસેા એક માણસને જોતાં જ તેનામાં કેટલા ગુણા છે અને કેટલા અવગુણા છે એ તેના આકાર ઉપરથી નિર્ણય કરે તે તેમાં કાંઇ આશ્ચર્ય જેવું નથી. કારણ કે: ज्ञायते रुपतो जातिर्जातेः शीलं शुभाशुभम् । शीलाहुणाः प्रभासन्ते, गुणैः सत्वं महाधियाम् ॥ બુદ્ધિશાળી મનુષ્ચાને પ્રાણીના રૂપથી એની જાતિ જણાઇ આવે છે, જાતિથી એના સારા ખરાબ વર્તનની ખબર પડી જાય છે, વર્તનથી ગુણા જણાઇ આવે છે અને ગુણથી સત્ત્વ પરખાઈ જાય છે. “ ભાઇ ! તેં આ મંત્રીને જોઇને તેના જ ગુણા ધ્યાનમાં લીધા છે એવું નથી પરંતુ આ સર્વ રાજાઓને જોતાં જ તેમેરનાં ઇંડાંને ચી-એમાં ક્યા ક્યા ગુણ અવગુણુ છે તે તારા લક્ષ્યમાં તરવા પડતા નથી.આવી ગયું છે. મારી બહેન બુદ્ધિદેવીના પુત્ર છે તેથી નિર્ણય કરતાં તને વખત ન જ લાગવા જોઇએ અને હું જાણું છું કે તું મને સવાલ કરે છે એ તેા એક તારી જાતવાનપણાની નિશાની છે, માટાને માન આપવાની ઉદાર રીતિ છે અને તારી એક પ્રકારની મહત્તા છે.’’ ભાગ તૃષ્ણા. પ્રકર્ષ— ઠીક મામા! ઠીક, એ મંત્રીની પાસે 'મુખ્ય ચક્ષુવાળી લલના બેઠી છે તે એની સ્ત્રી જેવી જણાય છે તેનું નામ શું છે અને તે કેવી છે તે આપ મને બરાબર જણાવેા.” વિમર્શ—“ ભાઇ પ્રકર્ષ! એ ભાગતૃષ્ણાના નામથી ઓળખાય છે. એના સર્વ ગુણા એના પતિ વિષયાભિલાષને બરાબર મળતા છે. માહુરાયના લડવૈયાઓ. “ વળી એ મહામંત્રીની આજુબાજુમાં તથા આગળ અને પાછળ રાજા જેવાં કપડાં પહેરીને જે પુરૂષ ઊભેલા દેખાય છે અને જેઓએ ૧ લાગતુણ્ડામાં મુગ્ધતા એટલે બેવકુફાઇ અને સાદાઈ બન્ને હોય છે તેથી આ વિશેષણ તેને બરાબર ચાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy