________________
૮૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૪ એ સુંદર તે નથી જ; એનું કારણ એ છે કે એ ચારે બાળકે મેટા મોટા મુનિઓનાં મનને પણ કિંચિત્ કિંચિત્ ક્ષોભ પમાડે છે.
“ ભાઈ પ્રક! એ પ્રત્યેક ચાર ચાર બાળકનાં ચારે સમૂહનું મેં તારી પાસે કાંઈક વિસ્તારપૂર્વક વિવેચન કર્યું; બાકી એની તે ઘણી વિશેષ વાતો છે તે સર્વનું વર્ણન કરવાને તે કોણુ શક્તિમાન થઈ શકે? વળી આગળ ઉપર કઈ વખત મને નિરાંતે અવકાશ આવશે ત્યારે કઈ પ્રસંગ હાથ ધરીને એ સર્વનાં નામ અને તેની ખાસ હકીકત તથા દરેકની શક્તિ કેટલી છે તે વિસ્તારથી કહી બતાવીશ. એ સોળે બાળકના સંબંધમાં હાલ તને એક હકીકત કહી દેવાની જરૂર છે અને તે એ છે કે એ સળમાંથી આઠ બાળકે રાગકેસરી આગળ નાચ કરી રહ્યાં છે અને આઠ દ્વેષગજેંદ્ર આગળ નાચ કરી રહ્યાં છે. બરાબર ધ્યાન રાખીને જેવાથી તારા અવલેકનમાં તે હકીકત આવી જશે. એમાંના જે આઠ બાળકે રાગકેસરી પાસે નાચી કુદી રહ્યાં છે અને મસ્તી તથા ધમાધમ કર્યા કરે છે તે રાગકેસરી અને તેની પત્ની મૃઢતાનાં બાળકો છે, અને બીજાં આઠ બાળકે શ્રેષગજેની પાસે વારંવાર ક્રીડા કરતાં દેખાય છે તે મહારાજ ઠેષગજેન્દ્ર અને તેની ભાર્યા અવિવેકિતાનાં બાળકે છે. તેમને જન્મ આપનાર દ્વેષગજેંદ્ર અને અવિવેકિતા છે અને તે બાળકે તેમના માતાપિતાને ઘણા વહાલાં છે. આ પ્રમાણે હોવાથી એ સોળે બાળકે મહામોહ રાજાના પોતરાઓ (દીકરાના દીકરા ) થાય છે એટલે તેઓ એ મહારાજાના પ્રસિદ્ધ દીકરાના દીકરાઓ થાય છે તે તારા સમજવામાં બરાબર આવ્યું હશે. એ સાથે બાળકોને એમના માબાપે મોઢે ચઢાવી એવાં તે ચીબાવલાં અને શક્તિવાળાં બનાવી દીધાં છે કે આ લેકમાં તેની શક્તિનું વર્ણન હજાર જીભેથી પણ થવું અશક્ય છે. ભાઈ પ્રક! એ છોકરાઓની ઉદ્ધતાઈ તો તું ! એ બાળકે પોતાની ચેષ્ટાથી આ બીજા સર્વ રાજાઓ બેઠા છે તેમને પણ માથે ચઢી બેસે છે. આવી રીતે ભાઈ પ્રકર્ષ! મેં તારી પાસે સંક્ષેપથી મહામહ રાજાના અંગત પરિવારનું વર્ણન કર્યું તે તે બરાબર લક્ષ્ય આપીને સાંભળ્યું હશે.”
૧ રાગકેસરીના વર્ણન માટે જુઓ પૃ. ૮૬૩-૪ તથા મૂઢતાના વર્ણન માટે જુઓ પૃ. ૮૬૪,
૨ કોલ અને માન છેષથી ઉત્પન્ન થાય છે અને માયા તથા લોભ રાગરથી ઉત્પન્ન થાય છે એ બાબત આ વિવેચનમાં બતાવી છે.
૩ મહાહના અંગત પરિવારનું વર્ણન પ્રકરણ ૧૨ થી શરૂ થયું તે અહિં પૂર્ણ થાય છે. આવતા પ્રકરણમાં એનું લશ્કરી બળ કેટલું છે તે બતાવશે અને પછી તેના મિત્રરાજાએ (allies) નું વર્ણન ત્યાર પછીના પ્રકરણમાં થશે. આથી મહામોહના લશ્કરી બળને બરાબર ખ્યાલ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org