________________
૮૮૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ અટવીમાં અમન ચમન કરી રહ્યા હોય છે ત્યાં સુધી બહિરંગ મનુષ્ય ભાવપૂર્વક તત્ત્વમાર્ગને-સાચા રસ્તાને કદિ પણ પામી શકતા નથી. આ પ્રમાણે હોવાથી અગાઉ મિથ્યાદર્શનના જે જે દોષ આગલા પ્રકર
માં વર્ણવ્યા છે અથવા તે મિથ્યાદર્શનને આશ્રયીને જે દે રહેલા છે એમ બતાવ્યું છે તે દે બાહ્ય પ્રદેશમાં રહેનારા (બહિરંગ) લોકોમાં આવે છે અને તેનું કારણ એ ચાર બાળકે ઘણે ભાગે બને છે. અપ્રત્યાખ્યાની ૪.
એ ચાર અનંતાનુબંધી નામનાં બાળકે કરતાં જરા નાના રૂપનાં બીજે ચાર બાળકે તેની બાજુમાં દેખાય છે તેને પંડિત માણસો ‘અપ્રત્યાખ્યાની નામથી ઓળખે છે. આ ચાર બાળકે વળી પિતાની શક્તિના જોરથી બહિઃપ્રદેશમાં રહેલા લેને પાપમાં પ્રવૃત્તિ કરાવે છે અને કદાચ કે તેમાંથી પાછા હઠવા માંગે એટલે કે પાપમાર્ગથી ઓસરવા માંગે તો તેમને તેમ કરતાં અટકાવે છે. તને એ ચારે બાળકની કેટલી વાત કરું! ટુંકામાં કહું તો જ્યાં સુધી એ અપ્રત્યાખ્યાની નામનાં ચાર બાળકે ચિત્તવૃત્તિ મહા અટવીમાં રહેલાં હોય છે ત્યાં સુધી પ્રાણુઓ પાપથી એક તલ માત્ર પણ પાછા હઠી શકતા નથી. જોકે એ બાળકોમાં અને પ્રથમના અનંતાનુબંધી બાળકમાં એક મેટ ફેર છે અને તે એ છે કે આ બાળકે ચિત્તવૃત્તિમાં હોય તે પણ પ્રાણીઓ તત્ત્વમાર્ગને આદરે છે ખરા, અને તેને લઈને કાંઇક કાંઈક સુખ તેઓને મળે છે પણ ખરું, પણ તેઓ કઈ પણ પ્રકારનો ત્યાગ જેને શાસ્ત્રીય પરિભાષામાં “વિરતિ કહેવામાં આવે છે તેને આદરી શકતા નથી અને ત્યાગ ન કરવાને પરિણામે આ ભવમાં પણ તેઓ બન્યાઝળ્યા રહે છે અને અનેક પ્રકારનાં પાપોનો સમૂહ એકઠું કરીને પરભવમાં જતાં સંસારરૂપ જંગલમાં રખડી પડે છે અને ત્યાં તેઓને થાક લાગતો નથી (અર્થાત્ છેડે આવતો નથી). પ્રત્યાખ્યાનાવરણીય ૪. (૩)
એ ચાર અપ્રત્યાખ્યાની બાળકે પછી તેનાંથી પણ સહજ વધારે નાનાં ચાર બાળકે તેમની બાજુમાં દેખાય છે તેમને સમજુ
૧ જુએ પૃ. ૮૪૪-૮૫૯. (પ્રકરણ ૧૨ મું-ચાલુ પ્રસ્તાવ).
૨ અપ્રત્યાખ્યાન કષાયની મુદત સાધારણ રીતે એક વરસની હેાય છે; એ દેશવિરતિ ચારિત્રનો ઘાત કરે છે, પ્રાયે તિર્યંચગતિનું કારણ બને છે. જુઓ પ્રથમ કર્મગ્રંથ ગાથા ૧૮ મી અને તે પરની ટીકા. એની બરાબર ઓળખાણ ત્યાં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org