________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ * શ્યામ છે અને જેને દેખાવ ઘણેજ ખરાબ લાગે છે તે અરતિ નામથી સુપ્રસિદ્ધ છે અને તે પ્રથમ જે પાંચ મનુષ્યમાટે વાર્તા પૂછી તેમાંની એ એક છે. કોઈ પણ કારણને લઈને પોતે હોંશમાં આવી જઈ બહિરંગ પ્રાણુઓમાં તે ન સહન થઈ શકે એવું માનસિક દુઃખ ઉત્પન્ન કરે છે. એનું ક્રીડા સ્થાને અન્યને દુઃખ ઉત્પન્ન કરવાનું કાર્ય છે.
ભય,
૩ “એ પાંચ મથે જે ત્રીજે મનુષ્ય દેખાય છે, જેનું શરીર ધૂક્યા જ કરે છે તે મહા દુઃખદાયી જાણીતા ભય નામને પુરૂષ છે. એ ભાઈશ્રીની વળી ઘણું જ વિચિત્ર રીત છે; એ ભાઈ ચિત્તવૃત્તિ મહા અટવીમાં જ્યારે જ્યારે વિચારે છે ત્યારે ત્યારે લીલા માત્રથી બહિરંગ પ્રદેશના પ્રાણુઓને તદ્દન બીકણુ ડરકું બનાવી દે છે તે આવી રીતઃ-અન્ય મનુષ્યને જોઈને તેઓ ત્રાસ પામે છે, પશુ જનાવરનાં ટોળાં જઈને તેઓ કંપવા–ધ્રુજવા મંડી જાય છે, પૈસા જરા ખાઈ બેસે કે લુંટાઈ જાય અથવા તે ધન ઓછું થવાને પ્રસંગ કલ્પના માત્રમાં જ આવે ત્યાં તો અત્યંત બાયલા બની જઈ એકદમ દૂર નાસવા મંડી જાય છે, કઈ પણું અકસ્માતુ-અગ્નિ, જળ, ધરતિપાદિ ભય આવી પડશે અને હાય શું થશે ! એવા વિચારથી આંખ અને મહીં ચપળ બનાવી દે છે અને જાણે પિતે કેવી રીતે જીવશે, હવે શા હાલહવાલ થશે-એવા વિચારથી નકામા ભયમાં રહ્યા કરે છે, “અરે મરી ગયા, મરી ગયા” એવા વિચારથી ભય પામ્યા કરે છે અને કઈ કે તે તેવા ભયથી તદ્દન સત્ત્વ વગરના થઈને જીવનનો ત્યાગ પણ કરી બેસે છે, લેકમાં પોતાની અપકીર્તિ કઈ પણ પ્રકારે ન થાઓ એવા વિચારના ભયમાં પોતાને કરવાગ્ય ખાસ કામ પણ કરી શકતા નથી. આવા પ્રકારના ભયની પીડામાં પ્રાણ નિરંતર રહ્યા કરે છે અને હેરાન થાય છે. ઉપર જણાવ્યા તે 'સાત પુરૂષના પરિવારથી (સાત ભય) પરવરીને ભય નામને ત્રીજો પુરૂષ બહિરંગ પ્રાણીઓમાં આનંદ-લહેર કરે છે અને પિતાનું સ્વરૂપ ભજવી બતાવી તેમાં જ માને છે. તે આવી રીતે -એ ભયના હુકમથી અને ધમ પુરૂષ લાજ શરમ મૂકીને રણક્ષેત્રમાંથી પલાયન કરી જાય છે,
૧ શાસ્ત્રકાર સાત પ્રકારનાં ભય વર્ણવે છે –(૧) મનુષ્યને મનુષ્યનો ભય, (૨) મનુષ્યને હિંસક પશુને ભય, (૩) ધનના ભય, (૪) અકસ્માત ભય,(૫) જીવનચિતા ભય, (૬) મરણુ ભય, (૭) અપયશ ભય-કીર્તિનાથ ભય, આ સા પ્રકારના ભયનું અહીં વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org