________________
૮૦૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ આ મકરધ્વજ અમારું ખરું હિત સાધનાર છે! જેઓ એ કામદેવથી ઉલટી રીતે-વિરૂદ્ધપણે વર્તનારા હોય છે તેઓને જરા પણ સુખ કેવી રીતે હોઈ શકે?—આવી આવી માન્યતા એ રતિ લેનાં મનમાં ઉત્પન્ન કરે છે અને પછી તે લેકનાં મન રતિને એટલાં બધાં વશ થઈ જાય છે કે જરા પણ અપવાદ વગર સર્વ કેાઈ મકરધ્વજના નોકર જેવા થઈ જાય છે અને પરિણામે તેના હુકમને વશ થઈને પોતાની જાતને અનેક પ્રકારની હેરાનગતીઓ ઉત્પન્ન કરે છે અને સમજુ માણસોને હસવાનું સ્થાન થઈ પડે છે. એ (લે) કેવી વિચિત્ર ચેષ્ટા કરી વિડંબના ખમે છે તેના તને કેટલાક દાખલાઓ આપું તે તને પણ ઘણી નવાઈ લાગશે. જેથી સ્ત્રીઓનાં ચિત્ત પ્રસન્ન થાય તેવા પિતાને શરીરે અનેક પ્રકારના વેશ પહેરે છે મેહમાં મુંઝાઈ શરીર પર અનેક પ્રકારનાં ઘરેણુગાંડાં પહેરે છે; સ્ત્રીઓ કટાક્ષ મારીને અડધી ચપળ આંખે તેની સામું આડકતરી રીતે જુએ છે ત્યારે મનમાં રાજી થઈ જાય છે, જ્યારે સ્ત્રીઓ તેની સાથે સુંદર મનહર વાત કરે છે ત્યારે તેના પ્રત્યે તેના મનમાં ઘણું પ્રીતિ ઉત્પન્ન થાય છે અને પોતે આનંદમાં આવી જાય છે, ચાલે છે ત્યારે પણ (પિતાની જુવાની બતાવવા) મજબૂતપણે પગ મૂકીને અને ડેકને ઊંચી રાખીને દમ બાંધીને ગતિ કરે છે અને સ્ત્રીઓ જ્યારે તેના ઉપર કટાક્ષ ફેકે છે ત્યારે જાણે પિતે કેય ભાગ્યશાળી છે એમ માની અભિમાનમાં લેવાઈ જાય છે, કુલટા (વ્યભિચારિણી)નાં ચિત્તને પોતાની તરફ આકર્ષણ કરવાના કામમાં લંપટ થઈને તેવી સ્ત્રીઓના જોવામાં આવે તેવી રીતે કોઈ પણ જાતના કારણવગર મહાન્ધ થઈ જઈને દાંતને કચકચાવે છે, હાથના ચાળા કરે છે, અહીં તહીં દોડાદોડ કરી મૂકે છે, ખાલી ધમાલ કરી પિતાનું પરાક્રમ બતાવે છે અને તેઓનાં મનને જે કાંઈ અનુકુળ લાગે એવી સર્વ ચેષ્ટાઓ કરે છે, તેઓની ખુશામતનાં કામ કરે છે, તેઓનો નોકર હોય તેવી રીતે વાત કરે છે, તેઓને પગે પડે છે, વગર માંગ્યે તેમને કામ કરનારે થઈ જાય છે, એવી લંપટ સ્ત્રીઓ પોતાના પગવડે ભાઇશ્રીના માથા ઉપર લાત લગાવે તો તેને પણ સહન કરી લે છે, એવી લાતને પણ મેહને લીધે જાણે તે સ્ત્રી પોતાના ઉપર મહેરબાની કરતી હોય તે તરીકે માને છે, સ્ત્રીઓએ પિતાના મુખમાં લીધેલે દારૂને કે ગળે પિતાના
૧ મોઢામાં દારૂને કોગળો ભરીને સ્ત્રી પોતાના તરફ પ્રેમ બતાવનારના મોઢામાં પાછો ઠેલવે અને પ્રેમી તે પી જાય તેને આનંદનું કારણ માનવામાં આવતું હતું. દરેક જમાનામાં સુરતની રીતિ ફરતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org