________________
૮૬૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પુરૂષાર્થવાળો છે, એનું નામ મકરધ્વજ છે. એની જેવાં અદભુત કામો કરનારને જે તે આ દુનિયામાં બરાબર ઓળખે નથી તે હજુ સુધી ભાઈ! તે કાંઈ પણ જાણ્યું જ નથી એમ તારે સમજવું. એના કામે કેવાં કેવાં અદ્ભુત છે તે તું સાંભળ: જે આ દુનિયામાં મોટા પરમાત્મા અને દાદા કહેવાય છે તે બ્રહ્માની પાસે એણે (મકરવિજે) પાર્વતીના લગ્નપ્રસંગે બાળકની જેવા ચાળા કરાવ્યા; એજ બ્રહ્માની પાસે જ્યારે અસરાએ નાચ કરવા માંડ્યો ત્યારે તેનાં રૂપથી લલચાઈ જઈને બ્રહ્માને પાંચ મુખ કરવા પડયા એ પણ આ મકરવજનાં કામ સમજવાં; આ આખી દુનિયામાં વ્યાપી રહેનાર જે કેશવ (કૃષ્ણ)ના નામથી ઓળખાય છે તેને એ ભાઇશ્રીએ એવી કડી સ્થિતિમાં મૂક્યા કે એને ગોપીઓને પગે પડવું પડ્યું વળી એજ ભાઈએ મહેશ્વર (શિવ)ના પણ એવા હાલ કર્યો કે તેની વાત કરતાં પણું મન પાછું હટી જાય એટલે કે એણે પાર્વતીના વિરહથી તેને હેરાન કરીને તેનું અરધું શરીર જ પાર્વતીને અપાવી દીધું વળી એજ શંકર જ્યારે નંદનવનમાં પોતાના મોટા લિંગને વિસ્તારી રહ્યા હતા તે વખતે આ મકરાવજે એને એવા બેહાલ કરી દીધા કે કામદેવની શ્રી રતિને લેભ પમાડવાની લાલસામાં એની પાસે નાટક કરાવ્યું, વળી એજ શંકરને વિષય સેવવામાં તૃણું ઉત્પન્ન કરાવીને એવા હાલ બેહાલ કરી દીધા કે એક હજાર વરસ સુધી તે વિષય સેવવામાં રહે એવું કરી દીધું. એણે બીજા પણ અનેક દેવોને તેમજ દાનવોને અને અનેક મુનિઓને પોતાને વશ કરીને જાણે તે તેના ગુલામ હોય તેવા કરી દીધા છે. વળી જેની પાસે પિતાના મહાપરાક્રમથી પ્રાપ્ત કરેલા આ ત્રણ અનુચરે છે તેવા મકરધ્વજની આરા લોપવાને આ ત્રણે લોકમાં કેણુ શક્તિમાન છે?
પંવેદ-સીવેદ-વંવેદ, “એમાંને જે પહેલો પુરૂષ ત્યાં બેઠેલે જણાય છે તે ઘણી મોટી
૧ આના સંબંધમાં જુઓ આ પ્રતાવનું પરિશિષ્ટ ના. ૨. ત્યાં આ વાત આધાર સાથે લખી છે, વિભાગ પ્રથમ (૧).
૨ જુઓ સદર-વિભાગ દ્વતીય (૨). ૩ આ વાર્તા સંબંધમાં જુઓ સદર પરિશિષ્ટ-વિભાગ (૩). ૪ આ વાર્તા સંબંધમાં જુઓ સદર પરિશિષ્ટ-વિભાગ (ઈ. ૫ આ વાતો સંબંધમાં જુઓ સદર ૫રિશિષ્ટ-વિભાગ (૫). ૬ આ વાર્તા સંબંધમાં જુઓ સદર પરિશિષ્ટ-વિભાગ (૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org