________________
પ્રકરણ ૧૨ ] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ.
८४७ “ ધણી છે, જેઓ સર્વ દેવોને પણ પૂજવા યોગ્ય છે, જેઓ સર્વ મેટા મોટા યોગીઓને પણ ધ્યાનનો વિષય થનારા હોય છે, જેએની આજ્ઞાને અનુસરવાથી જ જેમની આરાધના કરી શકાય તેવા છે
અને આરાધના સદરહુ રીતે બરાબર કરવાથી જેઓ દુઃખના અંશથી “પણ રહિત સદાનંદમય સુખરૂપ વિશુદ્ધ ફળ આપનારા હોય છે
એવા ખરેખર સાચા દેવને એ મિથ્યાદર્શન સેનાપતિ એવી રીતે છુપાવી દે છે કે એની તાબેદાર પ્રજા તે મહાગુણી અક્ષય સુખદાયી “દેવોનાં સાચાં સ્વરૂપને જાણી શકતી નથી અને તેથી તેમને ઓળખી શકતી નથી અને તે દેવોની હયાતીનું પણ તેમને ભાન રહેતું નથી. “તમે વારંવાર સોનાનાં દાન આપે, ગાયનાં દાન આપે,
પૃથ્વીનાં દાન (ઇનામમાં જમીન) આપે, વારંઅધર્મમાં “વાર સ્નાન કરે, ધુમાડાનું પાન કરે, પંચાગ્નિ ધર્મબુદ્ધિ. * તપ કરે, ચંડિકા વિગેરે દેવીઓનું તર્પણ કરે,
મોટા મોટા તીર્થોપર જઈ ભેરવજવ ખાઓ, સાધુઓને એક ઘરનો પિંડ આપ, ગાવા વજાડવામાં અત્યંત આ દર કરે, તમારાથી બને તેટલી વાવ બંધાવો, કુવાઓ ખોદાવે, તળાવો તૈયાર કરા, મોટા મોટા યજ્ઞોમાં મંત્રના પ્રવેગપૂર્વક પશુઓને હોમ કરે અને ભોગ આપે-આવા આવા અનેક પ્રકારના “પ્રાણીવિઘાતના સાધનભૂત શુદ્ધ ભાવરહિત જે જે ધર્મો આ દુનિયામાં દેખવામાં આવે છે તે સઘળા પેલા બળવાન મિથ્યાદર્શન નામના સેનાપતિએ પ્રપંચથી લોકોને ઠગીને તેઓમાં ફેલાવ્યા છે. વાત એ છે કે એણે (મિથ્યાદર્શન પ્રધાને-સેનાપતિએ) ભેળા લેકે ઉપર પ્રપંચ કરીને દુનિયામાં ઉપર જણાવી તેવી બાબતોને ધર્મો તરીકે ચલાવી છે. વળી આ દુનિયામાં બીજા પણ ધમાં હોય છે જેઓ કહે છે
૧ સુવર્ણદાન, મેદાન, પૃથ્વીદાન બ્રાહ્મણને આપવામાં ઘણું પુણ્ય મનુસ્મૃતિમાં કહ્યું છે. બાકીના ઘણા માર્ગો વ્યવહારથી સમજાય તેવાં છે, દરરોજ જોવામાં આવે તેવાં છે.
૨ ભેરવજવઃ અગાઉ મોટા ગિરનાર જેવા પર્વત પરથી નીચે જમીનપર - ખથી કે ધર્મબુદ્ધિથી પડી માણસ આત્મઘાત કરતા હતા તેમાં પુણ્ય માનવામાં આવતું હતું. હાલ તો સરકારે એ આત્મઘાતની પ્રવૃત્તિ બંધ કરી છે. ભૈરવજવની જગ્યા ગિરનાર પર હાલ પણ દૂરથી જોઈ શકાય છે.
૩ એક ઘેરથી આખી ગોચરી કરી લેવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org