________________
પ્રકરણ ૧૧ ] વેલૂહલ કથા-અટવી આદિની યોજના. ૮૪૧ જ્ઞાનદષ્ટિથી જુએ છે, પરંતુ તેઓ જાતે એવી બાબતના મોટા વે હોવાથી જોઈ લે છે કે આ પ્રાણીઓ સન્નિપાતથી સંપૂર્ણ લેવાઈ ગયેલ છે અને એવી અવસ્થામાં આવી ગયું છે કે તેની હવે કોઈ પણ પ્રકારની દવા થઈ શકે તેવું નથી. આવું તે પ્રાણીના સંબંધમાં નિદાન કરી એ મહાબુદ્ધિશાળી પુરૂષો એ પ્રાણીનો ત્યાગ કરે છે, એને છેડી દે છે, એના સંબંધમાં ઉપેક્ષા કરે છે. હવે હે ચપળ નેત્રોવાળી બહેન ! એવી અવસ્થામાં ઘર સંસારમાં પ્રાણ ડૂબી ગયેલ હોય છે ત્યારે એમાંથી એનું કોનું રક્ષણ કરે? એને એ સમુદ્રમાંથી બતો. કોણ બચાવે? અને વળી કમનસીબે હે અ૯૫ બેલનારી બહેન ! એવી અવસ્થામાં આ પ્રાણી વર્તતો હોય છે તો પણ પેલા પ્રમાદજન ઉપર તેને જે લુપતા લાગેલી હોય છે તેને એ ભાઈ જરા પણ છેડતા નથી, મૂકતો નથી, ઓછી કરતો નથી; આથી એના દોષો વધતા જ જાય છે અને તેથી આખરે તે ચેતના છેડી દે છે અથવા તેની ચેતના ઘણી ઓછી થતી જાય છે અને મહામહના સન્નિપાતથી તે ઘેરાત જાય છે. આ પ્રમાણે હોવાથી તે બહેન ! આ સંસારચક જે રોગ, જરા (વૃદ્ધાવસ્થા-ઘડપણ) અને મરણથી આકુળવ્યાકુળ થયેલ છે તેમાં અનંતકાળથી બેઠેલે પેલો મહા બળવાનું મહામહ આ પ્રાણીની સાથે એવી રીતે વર્તન કરે છે કે તેનાથી પ્રાણીના જે કઈ શુદ્ધ ધર્મબંધુઓ હોય તે એને છોડીને ચાલ્યા જાય છે અને પછી પોતે તેના પર કાબુ મેળવીને જાણે તેને ભયંકર સન્નિપાત થયો હોય તેવા પ્રકારનાં સર્વ વિપરીત વર્તને તેની પાસે કરાવે છે. મહામહમાં એટલી અદ્ભુત શક્તિ છે કે તે પોતાના પરાક્રમથી પ્રાણીઓને સંસારમાં પોતાના હાથમાં મરજી આવે તે પ્રમાણે રમાડે છે અને તેને વશ પડીને પ્રાણી પિતાની જાતને તદ્દન ભૂલી જાય છે. સુલોચને ! તું બરાબર ધ્યાનમાં રાખજે કે પેલી પ્રમત્તતા નદી વિગેરે સર્વને ચલાવનાર, ગતિમાં મૂકનાર અને તેનાથી વૃદ્ધિ પામનાર આ મહામહ મહારાજા છે.
સંક્ષિપ્ત અર્થે યોજના, અગૃહીતસંકેતાને ઉદ્દેશીને પ્રજ્ઞાવિશાળ કહે છે-બહેન! મહાનદી (પ્રમત્તતા ) વિગેરેને ભેદ સમજાવવા અને સ્પષ્ટ કરવા માટે
૧ વૈદકના નિયમ પ્રમાણે જ્યારે પ્રાણીને ઘણો આકરો સન્નિપાત થયો હોય ત્યારે પછી તેની દવા કરવી નકામી છે, પછી એ વ્યાધિ અસાધ્ય કોટિમાં આવે છે.
- ૨ એ સર્વને પ્રવૃત્તિ કરાવનાર કારણભૂત મેહરાજા છે તેમ જ તેના કાર્યભૂત પણ મેહરાજા છે. મેહથી એ સર્વની ઉત્પત્તિ છે અને એમનાથી વળી મોહ વૃદ્ધિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org