________________
૮૩૦
ઉપમિતિ ભવપ્રપંચા થા
પાંચકર્મ.
૧ અંગારકર્મઃ કાલસા પાડવા, ભાડભુંનના ધંધા કરવા, કુંભારના ક્રમા કરવેા, લુહાર, સેાની, કંસારા, ઇંટ પાડનારા એ સર્વને સમાવેશ આ અંગારક કર્મમાં થાય છે. (આ કાર્ય જીની રીતે કે સાંચા કામથી થય તે સર્વ અંગારકર્મમાં આવે.)
[ પ્રસ્તાવ
તેને
૨ વનકર્મઃ ફળફૂલ પાન છેદવા અને વેપાર કરવા. ઘંટીથી દાણા દળવાના વેપાર, પાણાથી વાટવા વેપાર એ સર્વ વનકર્મ. (દળવાની વીજળીખળથી ચાલતી ધંટી–આટાની મીલેા ?)
૩ શટર્મ ગાડાં, ઘેાડાગાડી બનાવવાં, તેનાં ચક્રો ઘડવાં, ચઢાવવાં, ખેડવાં, વેચવાં, બળદનાં જોતરાં વેચવાં વિગેરે (મેટર વેચવી, લારીએ ભારે ફેરવી, ટેકસીઓ ભાડે ફેરવવી, ગાડીઓ ભાડે ફેરવવી ?)
૪ ભાટકર્મઃ ગાડાં, બેલ, ઊંટ, ખચર, ધાડા, ગધેડા ઉપર ભાર ભરી તેમની દ્વારા જે ઉત્પન્ન થાય તેમાંથી ભરણપેાષણ કરવું તે. ( માણસને માથે ભાર ઉપડાવવા માટે તેને રોકવા અને તે વ્યાપારમાં નફો કરી તેનાથી આજીવિકા કરવી?)
૫ સ્ટ્રેટર્સઃ તળાવ કુવા વાવ ખેાદવાથી, પથ્થર ફેડવાથી અથવા ખાણા ખેાદવાથી આજીવિકા કરવી તે.
પાંચ વાણિજ્ય.
૧ દંતવાણિજ્યઃ હાથીદાંત, ચમરી ગાયના
વાળ, અન્ય જીવાનાં નખ,
શંખનાં હાડકાં, વાધચિત્તાનાં ચામડાં, હંસ વિગેરેના રેશમના વ્યાપાર કરવા. તેમના ઉત્પત્તિસ્થાને જઇ ખરીદી તેના વ્યાપાર કરવા. (હાલ પક્ષીઓનાં પીછાંને વ્યાપાર થાય છે તેને અત્ર સમાવેશ થાય છે.) ૨ લાક્ષાવાણિજ્યઃ લાખ, મણશીલ, ગળી, ધાવડી, ટંકણખાર વિગેરેને વ્યાપાર. (આ વ્યાપારમાં ઘણી જીવહિંસા થાય છે, )
૩ રસવાણિજ્યઃ માખણ, ચરબી, મધ અને દારૂના વ્યાપાર. માખણમાં વેાત્પત્તિ બહુ છે, ચરખી અને મધ જીવહિંસાથી ઉત્પન્ન થાય છે અને દારૂ કામને ઉત્પન્ન કરે છે અને નીરો લાવે છે.
૪ કેશવાણિજ્યઃ માણસ તથા જનાવરના વેપાર. દાસદાસી (slaves) અગાઉ વસ્તુની જેમ વેચાતાં હતાં. જાનવર કે માણસને એને પરિણામે ભુખ તરસ લાગે તેથી દુ:ખ થાય વિગેરે અનેક દાષા આથી આવે છે.
Jain Education International
૫ વિષવાણિજ્ય: અફીણ સામલ વછનાગ આદિ ઝેરી વસ્તુઓ, તરવાર બંદુક વિગેરે હથિયારા, હળ વિગેરે યંત્ર ( મશીનરી ?) અને હરતાળ વિગેરે જીવ લેનારી વસ્તુઓનેા વ્યાપાર.
પાંચ સામાન્ય.
૧ યંત્રપીડાઃ તલ વિગેરે પીલવાની ઘાણી, વિગેરે. ( આમાં મીલ, ફ્રેકટરી, પ્રેસ, મશીનરીના સમાવેશ થાય?)
શેરડીના ચીચુડા, અરધક્રૃધટ્ટિ જીન, ડાયનેમા વિગેરે નવીન ( ચાલુ રૃ. ૮૩૧ નેટ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org