________________
૮૧૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. કરતા - પ્રકર્ષ–“જુઓ મામા! આપે સર્વથી પ્રથમ તે ચિત્તવૃત્તિ નામની મહા અટવીનું વિવેચન કર્યું તેમાં એમ જણાવ્યું કે તે સર્વ અંતરંગ લેકની આધારભૂત છે અને બહિરંગ લોકોને જે જે સારી અથવા ખરાબ બાબતે બને છે તે તે સર્વને બનાવનાર પણ એજ અટવી છે એ હકીકત તે મારા સમજવામાં બરાબર આવી ગઈ; પરંત ત્યાર પછી આપે મહાનદી, નદીને બેટ, મહામંડપ, વેદિકા, સિંહાસન મેહરાજાનું શરીર અને મેહનરેંદ્ર (મહારાજા) વિગેરેની વાત કરી અને તેમાં આપે પ્રમત્તતા નદી કહી, તદ્વિલસિત નામને બેટ કહ્યો, ચિત્તવિક્ષેપ નામને મંડપ બતાવ્યું, તૃષ્ણ નામની વેદિકા વર્ણવી વિપર્યાસ નામનું સિંહાસન જણાવ્યું, અવિદ્યા રૂ૫ શરીર સમજાવ્યું અને મહામહ નામના રાજાને નિવેદન કર્યો-તે સર્વનો ભાવાર્થે મારા સમજવામાં બરાબર ન આવ્યું. જો કે વિચારતાં મારી કલ્પનામાં એમ આવે છે કે એ સઘળાં નામથી (શબ્દમાત્રથી) ભિન્ન છે પરંતુ અર્થથી તે બધાં એકસરખાં જણાય છે. કેમકે એ સઘળાં અંતરંગ લેકેની પુષ્ટિ કરવામાં અને બહિરંગ લેકેને અનર્થ કરવામાં લગભગ સમાન છે. છતાં એમનામાં જે કાંઈ પરસ્પર અર્થભેદ હોય તે આપ કૃપા કરી દર્શાવો.”
વિમર્શ –“ભાઈ ! જ્યારે મેં એ દરેકના સંબંધમાં વર્ણન કર્યું ત્યારે તેઓના સંબંધમાં શું શું તફાવત છે તે પણ તેને બરાબર વિવેચન કરીને સમજાવ્યું હતું, છતાં જે તે હકીકત તારા સમજવામાં બરાબર આવી ન હોય તે તે ફરીવાર અર્થેસહિત સમજાવું છું.”
આ પ્રમાણે કહીને પ્રકર્ષ મામાએ નદી વિગેરે દરેકનો ભાવાર્થ વિસ્તારપૂર્વક ભાણેજને કહી સંભળાવ્યો એટલે તે દરેક હકીકત સ્પષ્ટતાપૂર્વક પ્રકર્ષના સમજવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org