________________
૮૧૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા [ કરતાવ ૪ હવે આ બાજુએ શિવભક્તોએ વિચાર કર્યો કે-ચાલે ને, આપણા આચાર્યના ઔષધની કાંઈ ક્રિયા ચાલતી જાય છે તે આપણે પણ નજીકમાં રહીએ, કાંઈ કામ પડે તે નજીક હશું તે ઉપયોગમાં આવશે. આવા વિચારથી તેઓ પણ મઠ પાસે આવ્યા. ત્યાં તો શાંતિશિવ આચાર્યને ખૂબ જોરથી નિદૈયપણે ભારતે તેઓના જોવામાં આવ્યું. તેઓ પિકાર કરીને કહેવા લાગ્યા “અરે અરે શાંતિશિવ! તું આ શું કરે છે?” શાંતિશિવે (પેલા વૈદ્યરાજાનું અનુકરણ કરતાં) જવાબમાં કહ્યું “આ પાપી ઘણી મહેનત કરવા છતાં કોઈ પણ સાંભળતું જ નથી. એ વખતે સદાશિવ આચાર્ય મરતાં મરતાં પ્રાણી આરડે તે અત્યંત ભયંકર શબ્દ કર્યો અને પોતાને ઘણું સખ્ત વેદના થાય છે અને છુટશે નહિ તો મરી જશે એમ બતાવ્યું. એટલે શિવભકતો હાહાર કરતાં શાંતિશિવને વારવા લાગ્યા.
શિવભક્તોને વચ્ચે પડતાં જોઈ "શાંતિશિવે કહ્યું “હું આટઆટલું કરું છું તે પણ આ દુરાત્મા સાંભળતો નથી તે મારે એને હજુ પણ વધારે મારવો પડશે. તમે બધા વચ્ચેથી દૂર ખસી જાઓ! દૂર ખસી જાઓ! નહિ તે તમારા સર્વના પણ એવા જ હાલ થશે.” આટલું કહેવા છતાં પણ જ્યારે પેલા શિવભક્તો એને વારવા લાગ્યા ત્યારે તેમને સર્વને પણ એ લાકડીના ફટકા મારવા લાગ્ય; પરંતુ શિવભક્ત ઘણા હતા, તેઓએ “એના હાથમાંથી લાકડી લઈ લે લઈ લે !” એમ બોલતાં તેના હાથમાંથી લાકડી ખુંચવી લીધી. પછી તેઓએ વિચાર્યું કે જરૂર આ (શાંતિશિવ) ને કાંઈ ચટક વળગ્યું છે. પછી તેઓએ શાંતિશિવને ખૂબ માર્યો અને હાથને પછવાડે લઈ પાંચમેડીએ બાંધી લઈને પછી સદાશિવ આચાર્યને છૂટા કર્યા. થોડી વારે તેનામાં ફુર્તિ આવી અને માત્ર દેવકૃપાથી જ આચાર્ય મહારાજ બચી ગયા.
પછી સર્વ શિવભક્તોએ શાંતિશિવને પૂછયું “અરે ભલા માણસ! તે. આ આપણુ ભગવાનને (આચાર્યશ્રીને કરવા માંડ્યું હતું?
જવાબમાં શાંતિશિવે કહ્યું “અરે ભલા માણસો ! એ તે કાનના બહેરા માટે વૈદ્યરાજે જે ઓસડ ઉપદેશેલું હતું તે આપણું ગુરૂ મહારાજને કરતે હતે. તમે મને છૂટે કરી દે અને આપણું આચાર્યના વ્યાધિના સંબંધમાં બેદરકારી ન બતાવો.”
૧ અહીં વળી ફરી વાર શાંતિશિવ વૈદ્યનું સમજ્યા વગર અનુકરણ કરે છે. જ્યારે વૈદ્યની સ્ત્રી વચ્ચે પડી ત્યારે વૈવ પણ એને મળતાં શબ્દ અગાઉ બોલ્યો હતે તે ઉપર જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org