________________
પ્રકરણ ૧૦ મું.
પ્રકર્ષને જાગૃતિ-ભૌતાચાર્યે કથા.
વિચક્ષણાચાર્ય નરવાહન રાજા સમક્ષ રિપુદારણના સાંભળતાં વાત આગળ ચલાવતાં કહેવા લાગ્યા કે જે વખતે મામા વિશે ચિત્તવૃત્તિ અટવીથી માંડીને માહરાજાના વર્ણન સુધીની હકીકત વિસ્તારથી કહી સંભળાવી તે વખતે આખી વાતમાં વચ્ચે એકપણ સવાલ પ્રષે પૂછ્યો નહિ, તેથી મામાને વિચાર થયા કે પ્રકર્ષ કાં તો વાત સમજ્યા નથી, કાં તા કાંઇ બીા વિચારમાં પડી ગયા છે કે ગમે તેમ, પણ વાતમાં તેનું ખરાખર ધ્યાન હેાય એમ જણાતું નથી. પછી મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાત થઇ.
Jain Education International
પ્રકર્ષને જાગૃતિ. એધ સારૂં હાસ્ય. પ્રશ્ન કરવાની જરૂર.
વિશે—“ ભાઇ પ્રકર્ષ! હું આ સર્વ વાત તને કહું છું પણ તું તે કાંઇ વિચારમાં પડી ગયા છે, તેથી કાંઇ સવાલ પણ પૂછતા નથી અને હોંકારો પણ દેતા નથી અને હું જે વાત કહું છું તે તારા સમજવામાં ખરાખર આવી હેાય તેમ પણ દેખાતું નથી; કારણ કે આખી વાત કહી તે દરમ્યાન એક વાર માથું પણ તેં હલાવ્યું નથી તેમ જ નખની ચપટી સરખી પણ તેં વગાડી નથી. તું તેા તારી આંખાને સ્થિર કરીને માત્ર મારી સામું ટગર ટગર જોયા જ કરે છે, પણ કોઇ પ્રકારના ભાવ મુખપરથી બતાવતા ન હેાવાને લીધે મને ખબર પડતી નથી કે મારી કહેલી વાત તું સમજ્યા છે કે તારા સમજવામાં કાંઇ પણ આવ્યું જ નથી ?”
For Private & Personal Use Only
www.jainelibrary.org