________________
૮૪
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ જ
વિચાર કરી લીધા, મહાસંહાસનનું વિલેાકન કરી લીધું, મહામેાહ રાજા સંબંધી મનમાં ચિંતવન કરી લીધું, બીજા સર્વે રાજાને અને તેના પરિવારને વિગતવાર લક્ષ્યમાં લઇ લીધા, ત્યાર પછી પાતાના હૃદય દ્વારા ધ્યાન કર્યું, ઇન્દ્રિયના સર્વ વ્યાપારાને શમાવી દઇ, વૃત્તિને દૃઢકરી, આંખાને સ્થિર કરી દઇ એકાગ્ર ધ્યાને કેટલાક વખત પાતે રહ્યો' અને ત્યાર પછી માથું ચલાવીને જરા સ્મિત હાસ્ય કર્યું.
પ્રકર્ષે પૂછ્યું “ મામા ! એ શું?”
મામાએ કહ્યું “ ભાઇ ! બધું મારા સમજવામાં આવી ગયું તેથી સહજ આનંદ થયો. હવે તારે એ સિવાય પણ બીજું જે પૂછ્યું હોય તે ખુશીથી પૂછ.”
પ્રકર્ષે કહ્યું, “બહુ સારૂં ! એમ કરીશ, પરંતુ પ્રથમ તે મેં જે પ્રશ્નો આપને કર્યા છે તેના ઉત્તર આપા' પછી મામાએ એક પછી એક સર્વનું વર્ણન કરવા માડ્યું તે આ પ્રમાણે:—
રચિત્તવૃત્તિ મહાટવી,
“ ભાઈ પ્રકર્યું ! આ અતિ વિસ્તારવાળી માટી અટવી છે તેમાં
**
જૂદા જૂદા પ્રકારના અદ્ભુત બનાવા નિરંતર અન્યા જ કરે છે. એ “ અટવી સર્વ સુંદર રનોની ઉત્પત્તિભૂમિ-મૂળસ્થાન તરીકે સારી “ રીતે ાણીતી થયેલી છે. એ એવી નવાઇઓથી ભરપૂર છે કે જેમ “ તે સર્વ રત્નોની ઉત્પત્તિભૂમિ છે તેમ જ લોકોને અનેક પ્રકારના ઉ
6.
પદ્રવ કરનાર મોટા અનર્થ પિશાચાની કારણભૂત પણ એજ મહા “ અટવીને કહેવામાં આવી છે. અંતરંગમાં જે સર્વ લોકો રહે છે તે “ દરેકનાં નગરો ગામા અને સ્થાનેા આ મહા અટવીમાં આવી
..
રહેલાં છે. જો કે જ્ઞાનીએ જ્ઞાનચક્ષુથી કાઇ કારણ દેખીને કાઇ “ વખતે બહિરંગ પ્રદેશમાં પણ તેમનાં સ્થાનના નિર્દેશ કરે છે, પરંતુ પરમાર્થથી તે એ સર્વ અંતરંગ જના આ મહા અટવીમાં હંમેશાં
k
૧ વિમર્શની કાર્યપદ્ધતિ વિચાર કરવાની છે, તે વિચાર કરીને જ ખેાલે છે.
૨ વિમાઁ અટવી વિગેરેનું વર્ણન ભાણેજ પ્રકર્ષી પાસે કરે છે, વિચક્ષણ આચાર્ય સર્વે વાર્તા રાન્ત નરવાહન સમક્ષ કહી સંભળાવે છે તે રિપુદારૂણ તરીકે સં સારીજીવ સાંભળે છે અને તે સર્વ અનુભવ સદાગમ સમક્ષ કહે છે.
ચિત્તવૃત્તિ એટલે મનનાં જૂદા જૂદા ભાવે!–સારા અથવા ખરામ– યેાજનાના ખુલાસા હવે પછીના પ્રકરણ ૧૧ માં આવશે. (ચાલુ પ્રસ્તાવ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org