________________
પ્રકરણ ૮ ]
વિમર્શ-પ્રક.
૭૯
આંતર ખુલાસો
આ પ્રમાણે સંસારીજીવ પિતાના ચરિત્રની સર્વ હકીકત મહાત્મા સદાગમ સમક્ષ સંભળાવતો હતો તે વખતે અગૃહીતસંકેતાને તેની બહેનપણી પ્રજ્ઞાવિશાળાએ કહ્યું-“વહાલી બહેન ! આ સંસારીજીવે જે વખતે નંદિવર્ધનના ભાવમાં વૈશ્વાનર સંબંધી હકીકત કહી હતી તે વખતે હિંસાની સાથે લગ્ન થતી વખતે વિશ્વાનરની મૂળ તપાસને અંગે અગાઉ જણાવ્યું હતું કે-“એ તામસચિત્ત નગર કેવું છે, એ શ્રેષગજેંદ્ર રાજા કે છે, તેની અવિવેકિતા રાણી કેવી છે અને તામસચિત્ત નગરથી રૌદ્રચિત્તપુર નગરમાં એ અવિવેકિતાને જવાનું કારણ શું બન્યું હતું તે સર્વ અમે આગળ જતાં કહીશું-” તે હકીકત અત્યારે સંસારીજીવે જણાવી તે તારા સમજવામાં આવી હશે ?”
અહીતસંકેતાએ કહ્યું “હા! બહેન! તે મને ઠીક યાદ આવ્યું! હું તે હકીકત હવે બરાબર સમજી.”
ત્યાર પછી પ્રજ્ઞાવિશાળાએ સંસારીજીવને કહ્યું “ભદ્ર! જે વખતે વિચક્ષણચાર્ય નરવાહન રાજાની સમક્ષ ઉપરની વિમર્શ પ્રકર્ષની સર્વ હકીક્ત કહી સંભળાવતા હતા અને રિપુદારૂણ તરીકે તું તે સભામાં બેસી સર્વ હકીકત સાંભળતો હતો તે વખતે એ અવિવેકિતાનું પૂર્વ ચરિત્ર તને જણાયું હતું? અને તને ખબર પડી હતી કે તારા અગાઉના (નંદિવર્ધન તરીકેના) ભવના મિત્ર વૈશ્વાનરની જે માતા અવિવેકિતા હતી અને જે તારી તે વખતે ધાવમાતા હતી તે જ અવિવેકિતા રિપુદારણના ભાવમાં શૈલરાજ નામના તારા મિત્રની માતા હતી? કે એ હકીકત તારા સમજવામાં તે વખતે આવેલી જ નહિ ?”
સંસારીજીવે જવાબમાં પ્રજ્ઞાવિશાળાને કહ્યું “મને તે વખતે કાંઈ પણ વાત સમજવામાં આવી ન હતી. મને આ કહેવામાં આવતે મારો એક પછી એક અનેક અનર્થો સાથે સંબંધ મારા અજ્ઞાનનું જ પરિ
૧ હિંસાપુત્રીના વર્ણન માટે જુઓ પૃ. ૫૭૪-૫. . ૨ જુઓ પૃ. ૫૭૬. ત્યાં એજ શબ્દોમાં વર્ણન મુલતવી રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org