________________
રસના-લાલતા.
વિચક્ષણ અને રસના,
લેાલતાએ અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભાષણ કર્યું અને તેની સાથે જડકુમારે સવાલ જવાબ કર્યાં તે સાંભળીને મધ્યસ્થ મન રાખીને વિચક્ષણકુમારે પોતાના મનમાં વિચાર કર્યો કે–આ (રસના) મારી સ્ત્રી છે તે વાત તે નિ:સંશય સાચી જાય છે, કારણ કે તે મારા વદનકેટર વનમાં દેખાય છે, પરંતુ આ દાસી રસનાની લાલનાપાલના કરવાની મને સૂચના કરે છે તે બાબત રીતસર ખરાખર તપાસ કર્યાં વગર અંગીકાર કરવા ચેોગ્ય નથી. કહ્યું છે જે:
પ્રકરણ ૭]
વિચક્ષણની વિચારણા.
यतः स्त्रीवचनादेव, यो मूढात्मा प्रवर्तते । कार्यतत्त्वमविज्ञाय, तेनानर्थो न दुर्लभः ॥
હકીકતના સાર બરાબર સમજવા વગર જે મૂર્ખ પ્રાણી સ્રીના વચનપર આધાર રાખીને પ્રવૃત્તિ કરે છે તેને અનર્થ થવા અશય કે અસંભવિત નથી, તેથી લેાલતા દાસી જ્યારે જ્યારે કાંઇ ખાવાના પદાર્થની માગણી કરે ત્યારે તેને ખાવાનું અનાદરથી આપવું અને તેવી રીતે વખત પસાર કરીને તેની બરાબર તપાસ કરવી-એટલે આ વાતમાં ખરેખરા સાર શું છે તે જણાઇ આવે.
Jain Education International
૭૭૫
ત્યાર પછી વિચક્ષણ કુમારે વિચારને પરિણામે નિર્ણય કર્યો કે એ રસના પેાતાની સ્ત્રી છે તે તેને આહાર સાધારણ વિચક્ષણે આ-રીતે આપીને તેની પરિપાલના તેા કરવી, પણ તેના દરે લ માર્ગ ઉપર કોઇ પ્રકારના રાગ રાખવા નહિ અને તેને અંગે લેાલતા ( લાલુપતા-મૃદ્ધિ )ના બીલકુલ આદર કરવા નહિ, તેમ જ એ સ્ત્રી ઉપર જરા પણ વિશ્વાસ મૂકવા નહિ અને માત્ર ચાલુ વ્યવહાર જાળવવા ખાતર પેાતાની જરા પણ નિંદા ન થાય તેવા સીધા માર્ગને અનુસરીને રસનાને પોષવી, પણ તેને જરા પણ મોટું સ્થાન આપવું નહિ. એ પ્રમાણે કરેલા નિર્ણયને પરિણામે વિચક્ષણુકુમાર ધર્મ, અર્થ, અને કામ ત્રણે પુરૂષાર્થ એક સાથે સાધવા લાગ્યા; જડની જેમ સર્વે સંબંધીઓને તેણે વિસારી ન દીધા; એને લઈને વિદ્વાન્ અને સમજી વર્ગ એના તરફ પૂજ્ય ભાવથી જેવા
૧ દરેકને મુખમાં જીભ હેાય છે. જીભ હાવાથી નુકસાન નથી, પણ તેમાં લુબ્ધતા થવાથી દેોષવૃદ્ધિ થાય છે. આ બાબત સમજી વિચારવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org