________________
૭૬૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ વાસનાયુક્ત ધર્મને વરસાદ વરસાવ એ મુખ્ય સાધન છે. એટલા માટે સિદ્ધાન્તની વાસનાની જરૂર હોવાથી તેને (સિદ્ધાન્તને-આ“ગમન) બરાબર સ્વીકાર કર; તેમાં જે જે આજ્ઞાઓ ફરમાવી “હોય તે સર્વની બરાબર આસેવના કરવી; સંસારને મુડમાળા" સાથે સરખાવ્યો છે અર્થાત તેની જેવો અસાર કહ્યો છે તે ભાવના વારંવાર ભાવ્યા કરવી. જે વસ્તુ સર્વદા રહેવાની નથી, જે વસ્તુતઃ “અસત્ (નહિ જેવી) છે તેની કઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી “નહિ; જે જે આજ્ઞા (સિદ્ધાન્તમાં) કરી હોય તેને પ્રધાનપણે અનુસરવામાં બરાબર તત્પર રહેવું, તેમાં વિશેષ એકાગ્રતા રાખવી અને તેને સાધુ-મહાત્માઓની સેવા કરી વિશેષ પુષ્ટ કરવી; પ્રવચન-શાસનને કઈ પણ પ્રકારની મેલીનતા ન લાગે–તેની અકારણું “નિંદા ન થાય તે માટે ખાસ સંભાળ રાખવી. બતાવેલી વિધિ પ્રમાણે જે પ્રાણી પ્રવૃત્તિ કરે છે તે સર્વ ઉપર જણાવેલી બાબતો મેળવી શકે છે, તેથી સર્વ બાબતોમાં શાસ્ત્રમાં બતાવેલી વિધિ અને નુસાર પ્રવૃત્તિ કરવી. એવી રીતે પ્રવૃત્તિ કરીને સૂત્ર-સિદ્ધાન્તમાં “આત્માનું સ્વરૂપ બતાવ્યું છે તે બરાબર સમજવું; પ્રવૃત્તિ કરતી
વખતે આજુબાજુના જે જે નિમિત્તો-પ્રસંગે આવે તેને બરાબર “ઓળખી તેને અનુકૂળ થઈને વર્તવું; જે જે યોગ પ્રાપ્ત થઈ શક્યા “ન હોય તે તે ગેને મેળવવા માટે ખાસ પ્રયત્ન કરે; પ્રમાદને “માટે ખાસ સંભાળ રાખવી; એ થવાને પ્રસંગ આવે તે પહેલાં
બહુ સંભાળ રાખીને તેની સામેના ઉપાયો પ્રથમથી જી રાખવા“આવી રીતે જે પ્રાણીઓ વર્તન કરે છે તેના સોપકમ કર્મને
૧ મુંડમાળા: કાચી માટીનું વાસણ. “કાયા કાચો કુંભ છે એ હકીકત, - રીરને કાચા કુંભની ઉપમા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આપી છે. કાચા કુંભને પાણી લાગે કે ટકોરો લાગે કે બીજો કોઈ પણ પ્રકારનો આઘાત લાગે તો તે સહેજે તૂટી જાય છે. આ આખું વાકય શ્રી લલિતવિસ્તરા ગ્રંથમાંથી લીધું છે. આવું એક બીજું વાક્ય આવે છે તે માટે જુઓ પ્રસ્તાવ. ૭ મૂળ પૃ. ૧૦૧૨. લલિતવિસ્તરા (દે-લા. માળા પૃ. ૧૧૬ માં વાય સાથે સરખાવવું) આ સંબંધમાં જુઓ ઉપર્ઘાત.
૨ ઉપક્રમઃ જેમ ફાનસમાં રાખવામાં આવેલો દીપક પવનને ઝપાટે હોવા છતાં તેલની હયાતિ સુધીમાં બુઝાતો નથી પરંતુ તેલ સંપૂર્ણ થયા પછી જ બુઝાય છે અને બહાર ઉઘાડો રાખવામાં આવેલે દીપક પવનને ઝપાટે લાગતાં બુઝાઈ જાય છે તેમ જે કમ બહારની અસરથી ખસી જાય છે તેને સેપકમ કહેવામાં આવે છે અને તેથી ઉલટાને નિરૂપકમ કહેવામાં આવે છે.
- ૩ સં૫કમઃ શબ્દ અન્ય સાથે બહુધા વપરાતા નથી, પણ આયુષ્ય સાથે વપરાય છે. સેપકમ કર્મ એટલે નિકાચિત નહિ એવા કર્મો સમજવાં. એવાં કર્મો પ્રદેશઉદયથી ભેગવી ખેરવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org