SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ તર્કરહસ્યદીપિકા नानन्ता एव । _333. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય ઘડો કાલદષ્ટિએ વર્તમાનમાં રહે છે, અતીતમાં રહેતો હતો અને અનાગતમાં (ભવિષ્યમાં) રહેશે એમ ત્રિકાલવર્તી હોવાના કારણે ત્રિકાલ તો તેનો સ્વપર્યાય છે પરંતુ એવો કોઈ કાલ નથી જેમાં ઘડો રહેતો ન હોય અને એટલે જ તેનો કોઈ પરપર્યાય નથી. આમ ત્રિકાલને ઘડાનો સ્વપર્યાય માનતાં કોઈ પરપર્યાય સંભવતો નથી. ત્રિકાલવર્તી ઘડો પણ આ યુગમાં રહે છે, અતીત યુગ કે અનાગત યુગમાં રહેતો નથી, તેથી તે આ યુગની દષ્ટિએ સત્ છે અને અતીત કે અનાગત યુગની દષ્ટિએ અસત્ છે. આ યુગમાં પણ આ વર્ષમાં સત્ છે તથા અતીત આદિ વર્ષોમાં અસત્ છે. આ વર્ષમાં પણ વસન્ત ઋતુમાં ઉત્પન્ન થયેલો તે છે, અન્ય ઋતુમાં ઉત્પન્ન થયેલો તે નથી. વસન્તઋતુમાં ઉત્પન્ન થયેલો તે નવો છે અર્થાતુ નૂતન અવસ્થાની દૃષ્ટિએ તે સત્ છે, પુરાણી અવસ્થાની દૃષ્ટિએ તે અસત્ છે. નવો છે એ વાત ખરી પણ તે આજે જ બનાવેલો છે, તેથી અદ્યતનતાની દૃષ્ટિએ સત્ અને અનદ્યતનતાની દૃષ્ટિએ તે અસત્ છે. આજ બનાવેલો છે એ ખરું પણ વર્તમાનક્ષણે તે બન્યો છે, તેથી વર્તમાનક્ષણોત્પન્નરૂપે તે સત્ છે પણ અન્ય ક્ષણોત્પન્ન રૂપે તે અસત્ છે. આમ કાળની દૃષ્ટિએ અસંખ્ય સ્વપર્યાયો હોય છે કેમ કે એક દ્રવ્યની અસંખ્ય કાળોમાં સ્થિતિ હોય છે. અનન્ત કાળની વિવક્ષાએ તો દ્રવ્ય અનન્ત કાળ સુધી ટકે છે, તેથી તેને અનન્ત સ્વપર્યાયો છે. વિવક્ષિત કાળથી ભિન્ન અન્ય અનન્ત કાલોથી તથા તેમનામાં રહેનાર અનન્ત દ્રવ્યોથી ઘડો વ્યાવૃત્ત રહે છે, તેથી તેના પરપર્યાયો પણ અનન્ત જ છે. 334. માવતઃ પુનઃ સ વીતવાતિ જ પુનર્નાલિવા પૌતોપ सोऽपरपीतद्रव्यापेक्षयैकगुणपीतः, स एव च तदपरापेक्षया द्विगुणपीतः, स एव च तदन्यापेक्षया त्रिगुणपीतः, एवं तावद्वक्तव्यं यावत्कस्यापि पीतद्रव्यस्यापेक्षयानन्तगुणपीतः । तथा स एवापरापेक्षयैकगुणहीनः, तदन्यापेक्षया द्विगुणहीन इत्यादि तावद्वक्तव्यं यावत्कस्याप्यपेक्षयानन्तगुणहीनपीतत्वेऽपि स भवति । तदेवं पीतत्वेनानन्ताः स्वपर्याया लब्धाः । पीतवर्णवत्तरतमयोगेनानन्तभेदेभ्यो नीलादिवर्णेभ्यो व्यावृत्तिरूपाः परपर्याया अप्यनन्ताः । एवं रसतोऽपि स्वमधुरादिरसापेक्षया पीतत्ववत्स्वपर्याया अनन्ता ज्ञातव्याः, नीलादित्ववत् क्षारादिपररसापेक्षया परपर्याया अप्यनन्ता अवसातव्याः । एवं सुरभिगन्धेनापि स्वपरपर्याया अनन्ता अवसातव्याः । एवं गुरुलघुमृदुखरशीतोष्णस्निग्धरूक्षस्पर्शाष्टकापेक्षयापि तरतमयोगेन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy