SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ તર્કરહસ્યદીપિકા ઈહા છે. સામાન્યરૂપે અવગ્રહે પુરુષને જાણી લીધા પછી ‘તે દક્ષિણી છે કે ઉત્તરી’ એવો સંશય થાય છે, એ સંશય પછી વિચારણાપૂર્વક થનારો ‘તે દક્ષિણી હોવો જોઈએ’ એવો સંભાવનાપ્રત્યય ઉત્પન્ન થાય છે, આ સંભાવનાપ્રત્યયઈહા છે.] ઈહા પછી ઈહાએ જ `વિશેષની સંભાવના કરી છે તે વિશેષનો યથાર્થ નિર્ણય અવાય છે. જે પદાર્થનો પાકો નિશ્ચય થઈ ગયો હોય તે પદાર્થનું કાલાન્તરમાં સ્મરણ ઉત્પન્ન કરનારું કારણ ધારણા છે. [નિશ્ચયથી સંસ્કાર જન્મે છે અને સંસ્કાર સ્મૃતિનું કારણ છે.] 322. अत्र च पूर्वपूर्वस्य प्रमाणतोत्तरोत्तरस्य च फलतेत्येकस्यापि मतिज्ञानस्य चातुर्विध्यं कथंचित् प्रमाणफलभेदश्चोपपन्नः । तथा यद्यपि क्रमभाविनामवग्रहादीनां हेतुफलतया व्यवस्थितानां पर्यायार्थाद्भेदः तथाप्येकजीवतादात्म्येन द्रव्यार्थादेशादमीषामैक्यं कथंचिदविरुद्धम्, अन्यथा हेतुफलभावाभावप्रसक्तिर्भवेदिति प्रत्येयम् । 322. આ અવગ્રહાદિ જ્ઞાનોમાં પૂર્વ-પૂર્વનાં શાનો ઉત્તર-ઉત્તર શાનોનાં કારણ હોવાથી પ્રમાણ છે તથા ઉત્તર-ઉત્તર જ્ઞાનો પૂર્વ-પૂર્વનાં જ્ઞાનોનાં કાર્યો હોવાથી ફળ છે. [એટલે અવગ્રહ પ્રમાણ છે અને ઈહા તેનું ફળ છે, તે પછી ઈહા પ્રમાણ છે અને અવાય તેનું ફળ છે, તે પછી અવાય પ્રમાણ છે અને ધારણા તેનું ફળ છે, તે પછી ધારણા પ્રમાણ છે અને સ્મૃતિ તેનું ફળ છે.] પર્યાયભેદથી એક જ મતિજ્ઞાનના જ આ અવગ્રહાદિ ચાર પ્રકારો થાય છે અને એ ચાર પ્રકારોમાં પરસ્પર પ્રમાણ અને ફળરૂપથી કથંચિત્ ભેદ પણ થાય છે. આ રીતે જો કે ક્રમથી ઉત્પન્ન થનારાં અને પ્રમાણ તથા ફળ તરીકે બરાબર સ્થાપિત થયેલાં અવગ્રહ આદિ ચાર જ્ઞાનોમાં, જે ક્રમશઃ કારણ અને કાર્યરૂપ છે તેમનામાં, પર્યાયોના – અવસ્થાઓના ભેદે ભેદ છે તેમ છતાં તે બધાં શાનો એક આત્મા સાથે તાદાત્મ્ય અર્થાત્ અભેદ ધરાવતાં હોઈ આધારભૂત આત્મદ્રવ્યની અપેક્ષાએ તે બધાં શાનો કથંચિત્ અભિન્ન પણ છે – એમાં કોઈ વિરોધ નથી. જો તે જ્ઞાનોમાં આત્મદ્રવ્યની અપેક્ષાએ કથંચિત્ અભેદ યા એકતા તથા અવસ્થાભેદથી ભેદ યા અનેકતા ન હોય તો તેમનામાં પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવ યા કાર્ય-કારણભાવ ઘટે જ નહિ. કાર્ય અને કારણ એ બે તો અવસ્થાભેદ હોય તો જ ઘટે તથા ઉપાદાન-ઉપાદેયભાવના માટે એક દ્રવ્યાત્મક હોવું આવશ્યક છે. 323. धारणास्वरूपा च मतिरविसंवादस्वरूपस्मृतिफलस्य हेतुत्वात्प्रमाणं, स्मृतिरपि तथाभूतप्रत्यवमर्शस्वभावसंज्ञाफलजनकत्वात्, संज्ञापि तथाभूततर्कस्वभावचिन्ताफलजनकत्वात्, चिन्ताप्यनुमानलक्षणाभिनिबोधफलजनकत्वात्, सोऽपि हानादिबुद्धिजनकत्वात् । तदुक्तम्- "मतिः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy