SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૪૫ જ જલમાંથી નીકળતી વરાળમાં ઉષ્ણ યા ગરમ વસ્તુના સંપર્કને કારણ ગણવામાં આવેલ છે. આ ઉષ્ણ યા ગરમ વસ્તુ જો કોઈ હોઈ શકે તો તે છે પાણીમાં રહેલી ચેતના અર્થાત્ તૈજસશરીરયુક્ત આત્મા, કેમકે નદી, તળાવના પાણીમાં ગરમી લાવવામાં કે પાણીમાંથી વરાળ કાઢવામાં કારણભૂત અન્ય કોઈ પદાર્થ હોઈ શકતો જ નથી. આમ આ અનુમાનોથી પાણીની સજીવતા ઘણી સરળતાથી સમજાઈ જાય છે. _151. ર શીતનિ હાવત તોuપન તમે ધ્યनिर्गतवाष्येण च प्रकृतहेत्वोर्व्यभिचारः शङ्कयः, तयोरप्यवकरमध्योत्पन्नमृतजीवशरीरनिमित्तत्वाभ्युपगमात् । 11. શંકા- કચરાપૂંજાના ઢગલામાંથી (ઉકરડામાંથી) પણ ઠંડીના દિવસોમાં વરાળ નીકળતી દેખાય છે તથા તે ઢગલાની અંદર ગરમી પણ ખાસ્સી હોય છે, પરંતુ ત્યાં કોઈ પણ ગરમ વસ્તુ નથી કે જેના નિમિત્તથી ગરમી કે વરાળની ઉત્પત્તિ સમજાવી શકાય. તેવી જ રીતે જલની ગરમી અને જલમાંથી નીકળતી વરાળ પણ અકારણ જ હશે, તેમનામાં તૈજસશરીરયુક્ત આત્માને નિમિત્ત શા માટે માનવો ? આમ તમે પાણીની સજીવતા સિદ્ધ કરવા આપેલ હેતુ વ્યભિચારી છે. ન ઉત્તર- તે કચરા-પૂજાના ઢગલામાં (ઉકરડામાં) ઉત્પન્ન થઈને મરી જનારા જીવોનાં મૃત શરીર જ તે ઢગલાની ગરમી તથા તેમાંથી નીકળતી વરાળનું નિમિત્તકારણ છે એવું સ્વીકારવામાં આવ્યું છે. એટલે અમારો હેતુ વ્યભિચારી નથી. 152. નનુ મૃતગવાનાં શરીર પુષ્પવામિત્તभवन्तीति चेत् ? उच्यते - यथाग्निदग्धपाषाणखण्डिकासु जलप्रक्षेपे विध्यातादप्यग्नेरुष्णस्पर्शवाष्पौ भवेतां तथा शीतसंयोगे सत्यप्यत्रापीति । एवमन्यत्रापि वाष्पोष्णस्पर्शयोनिमित्तं सचित्तमचित्तं वा यथासंभवं वक्तव्यम् । इत्थमेव च शीतकाले पर्वतनितम्बस्य निकटे वृक्षादीनामधस्ताच्च य ऊष्मा संवेद्यते, सोऽपि मनुष्यवपुरूष्पवज्जीवहेतुरेवावगन्तव्यः । एवं ग्रीष्मकाले बाह्यतापेन तैजसशरीररूपाग्नेर्मन्दीभवनात् जलादिषु यः शीतलस्पर्शः सोऽपि मानुषशरीरशीतलस्पर्शवज्जीवहेतुकोऽभ्युपगमनीयः, तत एवंविधलक्षणभाक्त्वाज्जीवा भवन्त्यप्कायाः । 152. શંકા-[આ તો તમે અજબ વાત કરી.] મરેલા જીવોનાં શરીરો કેવી રીતે ગરમી તથા વરાળનાં નિમિત્ત કારણો હોઈ શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy