________________
જૈનમત
૩૨૯ તેમને તેમ જ રહે છે, પ્રવત્તિ-નિવૃત્તિ કરતો દેખાતો નથી. તેથી તમે ચાર્વાકોએ પહેલાં જે કહ્યું હતું કે “સામાન્યતોદષ્ટ અનુમાનથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી તે ખંડિત થઈ ગયું, કેમ કે પોતાના જ શરીરમાં જોયેલી પ્રવૃત્તિ-નિવૃત્તિનો આત્મા સાથે સામાન્યરૂપે અવિનાભાવસંબંધ ગ્રહણ કરીને જ બીજાના શરીરમાં આત્માનું અનુમાન કરવામાં આવે છે. આ જ સામાન્યતોદષ્ટ અનુમાન છે.
130. तथा नास्ति जीव इति योऽयं जीवनिषेधध्वनिः स जीवास्तित्वनान्तरीयक एव, निषेधशब्दत्वात् । यथा नास्त्यत्र घट इति शब्दोऽन्यत्र घटास्तित्वाविनाभाव्येव । प्रयोगश्चात्र-इह यस्य निषेधः क्रियते तत्क्वचिदस्त्येव, यथा घटादिकम् । निषिध्यते च भवता 'नास्ति जीवः' इति वचनात्। तस्मादस्त्येवासौ । यच्च सर्वथा नास्ति, तस्य निषेधोऽपि न दृश्यते, यथा पञ्चभूतातिरिक्तषष्ठभूतस्येति । नन्वसतोऽपि खरविषाणादेनिषेधदर्शनादनैकान्तिकोऽयं हेतुरिति चेत्, न; इह यत्किमपि वस्तु निषिध्यते, तस्यान्यत्र सत एव विवक्षितस्थाने संयोग-समवाय-सामान्य-विशेष-लक्षणं चतुष्टयमेव निषिध्यते, न तु सर्वथा तदभावः प्रतिपाद्यते । यथा नास्ति गृहे देवदत्त इत्यादिषु गृहदेवदत्तादीनां सतामेव संयोगमात्रं निषिध्यते, न तु तेषां सर्वथैवास्तित्वमपाक्रियते । तथा नास्ति खरविषाणमित्यादिषु खरविषाणादीनां सतामेव समवायमानं निराक्रियते । तथा नास्त्यन्यश्चन्द्रमा इत्यादिषु विद्यमानस्यैव चन्द्रमसोऽन्यचन्द्रनिषेधाच्चन्द्रसामान्यमानं निषिध्यते, न तु सर्वथा चन्द्राभावः प्रतिपाद्यते । तथा न सन्ति घटप्रमाणानि मुक्ताफलानीत्यादिषु घटप्रमाणतामात्ररूपो विशेषो मुक्ताफलानां निषिध्यते, न तु तदभावः ख्याप्यत इति । एवं नास्त्यात्मेत्यत्रापि विद्यमानस्यैवात्मनो यत्र क्वचन येन केनचित्सह संयोगमात्रमेव त्वया निषेद्धव्यं, यथा नास्त्यात्मास्मिन् वपुषीत्यादि, न तु सर्वथात्मनः सत्वमिति । ___130. (१०) वजी, ' ना' मा ७वना निषेधनो वन अस्तित्व साथे અવિનાભાવસંબંધ છે, આ નિષેધ જીવના અસ્તિત્વ વિના થઈ શકતો નથી કેમ કે આ નિષેધાત્મક પ્રયોગ છે. જેમ “અહીં ઘડો નથી” આ ઘડાનો નિષેધ બીજા સ્થાને ઘડાના અસ્તિત્વ વિના થઈ શકતો નથી તેમ જીવનો નિષેધ પણ ક્યાંક ને ક્યાંક જીવના અસ્તિત્વની અપેક્ષા રાખે છે, તે જીવના અસ્તિત્વ વિના થઈ શકતો નથી. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – જેનો નિષેધ કરવામાં આવે તે ક્યાંક તો વિદ્યમાન હોય જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org